ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

0
26
Share
Share

સિડની,તા.૧૫

ભારતીય ટીમ અને સહયોગી સ્ટાફ કોરોના વાયરસની તપાસમાં નેગેટિવ આવ્યાં છે અને ખેલાડીઓએ ઓસ્ટ્રેલીયા સામેની શ્રૃંખલા માટે શનિવારથી અભ્યાસ શરૂ કર્યો છે. તાજેતરમાં જ યુએઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેનારા હાર્દીક પંડ્યા, પૃથ્વી શો અને મોહમ્મદ સિરાજ સહિત ઘણા ક્રિકેટરો અભ્યાસ સત્રમાં ભાગ લઈ રહ્યાં છે.

બીસીસીઆઈએ ટિ્‌વટર પપર ખેલાડીઓને આઉટડોર અભ્યાસ અને જિમ સત્રના ફોટા શેર કર્યાં છે. સ્પિનર કુલદીપ યાદવ, ઝડપી બોલર ઉમેશ યાદવ, હરફનમૌનલા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર અને ચેતેશ્વર પુજારા અભ્યાસ કરતા જોવા મળી રહ્યાં છે. ફોટામાં ઝડપી બોલર ટી.નટરાજન અને દીપક ચાહર પણ નજર આવી રહ્યાં છે. ભારતીય ટીમ આ સમયે ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનમાં છે અને પહેલો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે પણ સ્પિનર કુલદીરની સાથે ફોટો ટિ્‌વટર પર શેર કર્યો છે. તેણે લખ્યું છે કે, પોતાના ભાઈ કુલદીપની સાથે ભારતીય ટીમમાં વાપસી. ટીમ ઈન્ડિયા અભ્યાસ કરતા હેશટૈગ કુલચા. ભારતીય ટીમ ૨૭ નવેમ્બરથી ત્રણ વનડે, ત્રણ ટી૨૦ અને ચાર ટેસ્ટ મેચ રમશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here