ટીબી૨૦૨૫ સુધી નાબુદ થઇ શકશે

0
19
Share
Share

ટીબીને દેશમાંથી સંપૂર્ણપણે નાબુદ કરવા માટેની દિશામાં પહેલ કરવામાં આવી રહી છે જો કે હજુ પણ દેશમાં ટીબીના કેસો સપાટી પર આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૯ની જ વાત કરવામાં આવે તો ૨૧.૫ લાખ જેટલા નવા મામલા ટીબીના સપાટી પર આવ્યા હતા. દેશમાં ટીબીને દુર કરવા માટે સરકાર સતત પગલા લઇ રહી છે. વર્ષ ૨૦૧૮માં ટીબીના ૨૧૫૫૮૯૪ કેસો સપાટી પર આવ્યા હતા. આ ખુલાસો ઇન્ડિયા ટીબી રિપોર્ટ ૨૦૧૯માં કરવામાં આવ્યા બાદ સરકારની સાથે સાથે તબીબોની ચિંતા પણ વધી ગઇ છે. ટીબી નાબુદીની વાત દેશમાં સરકાર વારંવાર કરી રહી છે અને આને નાબુદ કરવા માટે પગલા લેવામાં પણ આવી રહ્યા છે. જો કે હજુ સુધી આ બાબતની ખાતરી કરવામાં સમય લાગી શકે છે. ટીબીના કેસોમાં ગયા વર્ષની સરખામણીમાં આશરે ૧૬ ટકા જેટલો વધારો થયો છે. કુલ ટીબીગ્રસ્ત મામલામાંથી ૨૫ ટકા કેસો ખાનગી હોસ્પિટલમાં સપાટી પર આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૮માં ૨૧.૫ લાખ ટીબી રોગી ઓળખાઇ ગયા હતા. જો કે અંદાજ છે કે ભારતમાં ટીબી રોગીઓની સંખ્યા ૨૭ લાખ કરતા પણ વધારે છે. આશરે ૫.૫ લાખ ટીબી દર્દીઓની સંખ્યાની ઓળખ કરવામાં આવી નથી. અત્રે નોંધનીય છે કે ભારત ૨૦૨૫ સુધી ટીબીને સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. આંકડા પર નજર કરવામાં આવે તો ૩.૫ ટકા ટીબી એચઆઇવીગ્રસ્ત છે. ૨૫ ટકા અથવા તો ૫.૪ લાખ કેસ ખાનગી હોસ્પિટલમાં આવ્યા છે. જે ગયા વર્ષ કરતા ૪૦ ટકા વધારે છે. આમાં ૪.૨ લાખ મામલા ઉત્તરપ્રદેશમાં નોંધાયા છે. જે કુલ મામલાના ૨૦ ટકાની આસપાસ છે. ટીબીના દર્દીઓની વયની વાત કરવામાં આવે તો મોટા ભાગના અસરગ્રસ્ત લોકોની વય ૧૫થી ૬૯ વર્ષની નોંધાયેલી છે. દિલ્હી અને ચંદીગઢ અન્ય તમામ રાજ્યો કરતા અલગ છે. જેમની વસ્તીની સામે અધિસુચના દર છે. કારણ કે અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી લોકો અહીં સારવાર માટે પહોંચે છે. પ્રતિ લાખ વસ્તી પર દિલ્હીમાં ૫૦૪ અને ચંદીગઢમાં ૪૯૬ દર્દીઓ રહેલા છે. રિપોર્ટમાં એવો ચોંકાવનારો દાવો પણ કરવામાં આવ્યો છે કે દેશમાં ૧૫ વર્ષથી ઓછી વયના બાળકોમાં ટીબી રોગમાં વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ૧૩૩૦૫૯ બાળકોમાં ટીબીના મામલા સપાટી પર આવ્યા છે. જે કુલ મામલાના ૬.૧૭ ટકાની આસપાસ છે. ટીબીના કુલ મામલામાં કોણ ક્યા છે તે અંગે વાત કરવામાં આવે તો ઉત્તરપ્રદેશમાં કુલ મામલાના ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે કેસ રહેલા છે. ટીબીના કુલ મામલામાં રાજ્યોની ટકાવારીમાં ઉત્તરપ્રદેશ ટોપ પર છે. ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યની ટકાવારી સાત ટકાની આસપાસ છે. ભારત સરકાર ગંભીરતા સાથે આ દિશામાં આગળ વધી રહી છે. વર્ષ ૨૦૧૮ના આંકડા પર નજર કરવામાં આવે તો ૫૦ હજાર મામલા ટીબીની સાથે સાથે એચઆઇવી ઇન્ફેક્શનના  રહેલા હતા. એટલે કે ટીબી અને એચઆઇવી ઇન્ફેકશનની ટકાવારી ૩.૪ ટકાની આસપાસ છે. ટીવી નાબુદી માટે નવી નવી પહેલ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૫ સુધી તેની નાબુદીની રૂપરેખા પણ તૈયાર કરી લેવામાં આવી છે પરંતુ આ કામ એટલુ સરળ પણ નથી.

કુલ કેસમાં રાજ્યો….

ટીબીને દેશમાંથી સંપૂર્ણપણે નાબુદ કરવા માટેની દિશામાં પહેલ કરવામાં આવી રહી છે જો કે હજુ પણ દેશમાં ટીબીના કેસો સપાટી પર આવી રહ્યા છે.ટીબીના કુલ મામલામાં રાજ્યોની ટકાવારી નીચે મુજબ છે.

રાજ્ય   કુલ મામલામાં રાજ્યોની ટકાવારી

ઉત્તરપ્રદેશ      ૧૫ ઈંચથી વધુ

મહારાષ્ટ્ર       ૧૦ ઈંચથી વધુ

રાજસ્થાન       ૧૦ ઈંચથી વધુ

મધ્યપ્રદેશ      ૭ ઈંચથી વધુ

ગુજરાત        ૬ ઈંચથી વધુ

તમિળનાડુ      ૫ ઈંચથી વધુ

બિહાર  ૪ ઈંચથી વધુ

બંગાળ ૩ ઈંચથી વધુ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here