ટીઆરબીએ ટેમ્પો ચાલક પાસે હપ્તો લીધો હોવાનો આક્ષેપ

0
32
Share
Share

સુરત,તા.૧૧
સુરત ટ્રાફિક પોલીસ મદદ માટે મુકવામાં આવેલ ટીઆરબી ફરી એક વાર વિવાદમાં આવી છે. જોકે લોકોની ગાડીઓનને અટકાવા સાથે દંડ અથવા દાદાગીરી માટે નહીં પણ ટેમ્પો ચાલક પાસે હપ્તા વસૂલી કરતા હોવાનો વિવાદ છે. જોકે આ વખતે ફરી પુરુષ નહીં મહિલા જવાનને લઇને વિવાદ ઉભો થયો છે જોકે હપ્તખોરીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલા ટીઆરબી જવાને ટેમ્પો ચાલક પાસેથી પૈસા ઉઘરાવ્યા. સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની મદદ માટે રાખવા માટે આવેલી ટીઆરબી છાસવારે વિવાદમાં આવે છે. જોકે આ જવાનોને મારામારી સતા ન હોવા છતાં વાહન ચાલકોને ઊભા રાખવા સાથે દાદાગીરી કરતા હોવાને લઇને વિવાદમાં આવતી હોય છે. જોકે આજે ફરી એકવાર ટ્રાફિક પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવેલ ટીઆરબી વિવાદમાં આવી છે. ભૂતકાળમાં ટેમ્પો ચાલક પાસે હપ્તા લેવાના અનેક વિડીયો વાઇરલ થયા છે જોકે તેમાં પુરુષ ટીઆરબી જવાન રૂપિયા લેતા વીડિયો વાઇરલ થયા છે પણ આ વખતે મહિલા ટીઆરબી જવાન ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. તેમાં મહિલા જવાન રૂપિયા લેતી જોવા મળી છે. જોકે સુરતના ભાથેના વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતા ટેમ્પો ચાલક પાસે રૂપિયા લેતા હોવાનો આ વીડિયો જાગૃત નાગરિક દ્વારા ઉતારી તેને સોશિયલ મીડિયા વાઇરલ કરવામાં આવ્યો છે. જોકે આ વીડિયો વાઇરલ થતા સુરત ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારી દોડતા થયા છે. વીડિયો સામે આવતા ફરી એક વાર ટીઆરબી જવાનો વિવાદમાં આવતા આ મહિલા જવાન વિરુદ્ધ તાત્કાલિક અધિકારીઓ દ્વારા તપાસ આદેશ આપવામાં આવ્યા છે. જોકે આ વીડિયો વાઇરલ થયા બાદ છેલ્લા કેટલાક સમયથી ટીઆરબી જવાનો દ્વારા લોકો પાસેથી રૂપિયા પડાવા સાથે હપ્તાખોરીની ફરિયાદો ઉઠતી હતી તેને આ વીડિયો સાચી ફરિયાદો આવી રહિયાનું પુરવાર કરી રહી છે. હવે આ વીડિયો બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું પગલા લે છે તે જોવું રહ્યું. આ જવાનને છુટા કરીને વાત સમાપ્ત કરાશે કે પછી આ ઘટનાની તપાસ કરીને તેના મૂળ સુધી કોણ કોણ સંકળાયેલું છે તે ચકાસવામાં આવશે તેનો મદાર પોલીસ તપાસ પર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here