ટિકટોક બંધ થતાં આણંદનો યુવાન મરચું-હળદર વેચવા થયો મજબૂર

0
30
Share
Share

સુરત,તા.૨૮

મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી અનેક ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. પબ્જી અને ટિકટોક જેવી મોટી એપ્લિકેશન ઉપર પણ મોદી સરકારે તાળું મારી દીધું છે. તેવામાં ટિકટોક બંધ થવાને કારણે અનેક ટિકટોક સ્ટાર હવે આર્થિક સંકડામણમાં આવી ગયા છે. આવો જ એક કિસ્સો છે આણંદમાં રહેતાં ટિકટોક સ્ટારનો. ટિકટોકને કારણે ખ્યાતિ મળતાં તેનો ધંધો ચાલતો હતો, પણ ટિકટોક બંધ થતાં તે હવે મરચું હળદર વેચવા મજબૂર બન્યો છે. આણંદના ટિકટોક સ્ટારના ‘એ હળદર લો, એ મરચું લોપ’ ના સાદની સાથે સુરીલા અવાજમાં ગીતો સાંભળી લોકો ઘરની બહાર નીકળી આવે છે. ટિકટોક સ્ટાર મરચું-હળદર વેચવાની સાથે સુરીલા ગીતો ગાઈને લોકોનું મનોરંજન પુરુ પાડે છે. આ યુવાનનું નામ જયેશ વાઘેલા છે. અને તે આણંદ જિલ્લાના મહેળાવ ગામનો રહેવાસી છે. તેનો કંઠ સુરીલો હતો. અને એક વર્ષ પહેલાં તેણે ટિકટોક પર કોમેડી વીડિયો શેર કરવાનું શરૂ કર્યું હતું.

જયેશના ટિકટોક વીડિયો લોકોને એટલાં ગમ્યા કે માત્ર ૬ મહિનાની અંદર જ તેના ૩ લાખથી વધારે ફોલોઅર્સ થઈ ગયા હતા. અને તેના વીડિયો પર કુલ ૮ લાખથી પણ વધારે લાઈક્સ હતી. એક રીતે અનેક લોકો જયેશના ફેન થઈ ગયા હતા. ટિકટોકે અપાવેલી ખ્યાતિને કારણે જયેશને ગુજરાતનો એક જાણીતો ટિકટોક સ્ટાર બનાવી દીધો હતો. જેને કારણે લોકો તેને પોતાના કાર્યક્રમમાં બોલાવતાં હતા. જેને કારણે જયેશને સારી એવી પણ આવક થતી હતી. પણ એક ઝાટકે સરકારે ટિકટોક પર પ્રતિબંધ મૂકી દેતાં જયેશ પર આર્થિક સંકટ ઉભું થઈ ગયું હતું.

લોકડાઉન અને હવે ટિકટોક બંધ થતાં ટિકટોકને કારણે પ્રસિદ્ધ થતાં જે પ્રોગ્રામ્સ મળતાં હતાં તે હવે તેને મળતાં નથી. જેને કારણે હવે તેની આવક બંધ થઈ ગઈ હતી. હાલ તે બેકાર બેઠો હતો. જેથી પૈસા કમાવવા અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે હવે મરચું-હળદર અને જીરૂ જેવા મસાલા વેચી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here