ટાઈગર દિશા પટનીને બેકલેસ ડ્રેસમાં જોઈને ક્રેઝી બન્યો

0
14
Share
Share

દિશાએ ફોટોશૂટ માટે એથલેટિક લેબલ આઈવી પાર્કનો ડિઝાઈન કરેલો બ્લૂ રિબ્ડ જર્સી બેકલેસ બોડીસૂટ પહેર્યો

મુંબઈ,તા.૧૨

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની આમ તો પોતાની પોસ્ટથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી જ રહે છે. જોકે, ક્યારેક તો ફેન્સને એક્ટ્રેસ હદથી વધારે સ્ટાઈલિશ લુકમાં જોવા મળે છે. જેમાં તેનો કથિત બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ પણ પોતાની પ્રતિક્રિયા આપતો રહે છે. દિશા પટની મોટાભાગે તો ડેનિમ શોર્ટ્‌સ, ક્રોપ ટોપ્સ, નૂડલ સ્ટ્રેપી ડ્રેસિસમાં પણ જ હોટ લાગે છે. હવે તેણે એક એવા બેકલેસ આઉટફીટમાં પોતાની તસવીર શૅર કરી છે કે ટાઈગર શ્રોફ પણ કમેન્ટ કરતા રહી શક્યો નહીં. નોટેડ વ્હાઈટ શર્ટથી લઈને રફલ્ડ ડ્રેસિસ, બસ્ટિયર અને ફ્રિન્જડ સ્કર્ટ અને ટ્‌વીન સેટ્‌સ સુધી બધું જ પહેરતી દિશા પટનીએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામથી એકથી એક ચઢિયાતી તસવીરો શૅર કરી હતી. જે હવે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાયેલી છે.

દિશા પટનીને જે ફોલો કરે છે તે જાણે છે કે એક્ટ્રેસના વૉર્ડરોબમાં ડેનિમ સ્લાઉચી, કટઆઉટ સ્લીવ્સ ધરાવતી ટીશર્ટ અને બેગી રિપ્ડ જીન્સ તેમની સૌથી પસંદગીના આઉટફીટ છે. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે, દિશા રિબ્ડ ટેન્ક બોડીસૂટમાં પણ પોતાના કેઝ્‌યુઅલ લુકનો ભાગ બનાવે છે. આ સાથે જ મેચિંગ પેન્ટ સાથે દિશાનો મિક્સ એન્ડ મેચ્ડ લૂક લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે. હકીકતમાં, દિશાએ હોમ ફોટોશૂટ માટે ઈન્ટરનેશનલ ફેશન એથલેટિક લેબલ આઈવી પાર્કનો ડિઝાઈન કરેલો બ્લૂ રિબ્ડ જર્સી બેકલેસ બોડીસૂટ પહેર્યો હતો. જેના સાઈડમાં પ્રિન્ટેડ ધારિયા એક્ટ્રેસના લૂકમાં ચાર ચાંદ લગાવે છે. આ સાથે જ તેણે સ્લાઉચી પેન્ટ પહેર્યું હતું. જે કમર પર બનેલા વર્સેટાઈલ ડ્રોસ્ટિંગને ટ્રાઉઝર સુધી એક પર્ફેક્ટ લૂક આપે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here