ટંકારા : વાછકપર ગામે વાડીમાંથી ૧૧૭૬ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

0
29
Share
Share

મોરબી તા. ર૮

ટંકારા તાલુકાના વાછ્‌કપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં પોલીસે દરોડો કરીને ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે જયારે આરોપી રેડ દરમિયાન હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે. જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ સીટી પોલીસની બાતમીને આધારે ટંકારા પોલીસે વાછ્‌કપર ગામની સીમમાં સરગવા ઢાળ વાળી સીમમાં આવેલ મહિપતસિંહ ટપુભા જાડેજા રહે હાલ રતનપર તા. રાજકોટ વાળાની વાડીની ઓરડીમાં દરોડો કર્યો હતો જેમાં ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલ નંગ ૧૧૭૬ કીમત રૂ ૫,૪૫,૪૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે જયારે આરોપી મહિપતસિંહ ટપુભા જાડેજા હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

માળિયા પોલીસે મોટા દહીંસરા, વવાણીયા ગામ અને વેજલપર એમ ત્રણ સ્થળે દરોડા કાર્યવાહી કરીને ઇંગ્લીશ દારુનો જથ્થો ઝડપી લઇને આરોપીઓને ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. માળિયા તાલુકા પોલીસે મોટા દહીંસરા ગામે દરોડા કરીને આરોપી દિવ્યરાજસિંહ જયુભા જાડેજાના મકાનમાંથી ઇંગ્લીશ દારુ બોટલ નંગ ર૪ કીમત રુ ૭ર૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે જયારે વવાણીયા બગસરા ચાર રસ્તા પાસેથી પોલીસે આરોપી કરણ આયદાનભાઇ બોરીચા રહે વવાણીયા વાળાને ઝડપી લઇને ઇંગ્લીશ દારુની બોટલ નંગ ૧૧૯ કીમત રુ ૩૫૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી કાનજી શામળા બોરીચા રહે ફડસર તા. મોરબી વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે. જયારે ત્રીજી રેડમાં વેજલપર ગામે પોલીસે આરોપી પરબત ભુપત ગડેશીયા અને પ્રદીપ મનહર દેગામાં રહે બંને વેજલપર વાળાને ઝડપી લઇને ઇંગ્લીશ દારુની બોટલ નંગ ૦૭ કીંમત રુ. ર૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો

મોરબીના રવાપર ગામ નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે દરોડા કરીને એક ઇસમને રોકડ અને મોબાઇલ સાથે ઝડપી લીધો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે રવાપર ગામ શિવ શકિત સોસાયટી પાસે દરોડો કર્યો હતો જેમાં આરોપી સુરેશ મહેન્દ્ર પુજારા રહે રવાપર ગામ શિવશકિત સોસાયટી વાળો આઇપીએલમાં દિલ્હી અને ચેન્નાઇની મેચ પર મોબાઇલ ફોનમાં ગુરુ એપ્લીકેશનમાં ક્રિકેટ સટ્ટો રમતો હોય આરોપીને ઝડપી લઇને પોલીસે રોકડ રકમ રુ ૧૨૪૦૦ અને મોબાઇલ કિમત રુ ૫૦૦૦ સહીત કુલ રુ ૧૭૪૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ થતાં મકનસરના યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ગામ નજીકથી પસાર થતું મોટરસાયકલ સ્લીપ થતા યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે. મોરબીના નવા મકનસરના રહેવાસી ભરત પરશોતમભાઇ ધોળકિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે  કે તેનો ભાઇ વિજય પરસોતમ ધોળકિયા મોટરસાયકલ જીજે ૩૬ એ ૦૫૦૫ લઇને વાંકાનેર મોરબી હાઇવે પર રફાળેશ્વર ગામ નજીકથી જતો હોય ત્યારે બાઇક સ્લીપ થતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત થયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here