ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા આરબીઆઇ સંપૂર્ણ સજ્જઃ શક્તિકાંત દાસ

0
10
Share
Share

મુંબઇ,તા.૧૬

દેશ હાલ મહામારી સામે ઝઝુમી રહ્યો છે, જેના કારણે અર્થવ્યવસ્થા પણ ડગમગી રહી છે. હવે આ સંકટ વચ્ચે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં લાગેલી રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું કે, અર્થવ્યવસ્થાની ગતિ વધારવા જે પણ પગલાં ઉઠાવવાની જરૂર પડશે, તે માટે રિઝર્વ બેંક સંપૂર્ણરીતે તૈયાર છે.

ઉદ્યોગ સંગઠન ફિક્કીના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, હજુ અર્થવ્યવસ્થામાં સંપૂર્ણ સુધારો થયો નથી. આ ધીમે ધીમે આગળ વધશે. તેમણે અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો લાવવા ખાનગી ક્ષેત્રોને આગળ આવવા અને યોગદાન આપવા કહ્યું છે.

દાસે કહ્યું કે, ઇમ્ૈં દ્વારા સતત મોટી માત્રામાં રોકડની ઉપલબ્ધતાએ નીચા દરે અને સરકારને કોઈ તકલીફ વિના મોટા પાયે ઉધાર આપવાની ખાતરી અપાઈ છે. સરકાર માટે આ તક દાયકાની પ્રથમ ઘટના કહેવાશે, જ્યારે લોન લેનારા ખર્ચમાં ઘટાયો થયો છે.

તેમણે જણાવ્યું કે, અતિશય રોકડ ઉપલબ્ધ હોવાના કારણે સરકાર દ્વારા લોન લેવાનો ખર્ચ ઓછો રહેલો છે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, હાલના સમયમાં બોન્ડ ઉપજ છેલ્લા ૧૦ વર્ષમાં હાલમાં નીચા સ્તરે છે.  ય્ડ્ઢઁના ડેટાથી અર્થવ્યવસ્થા પર કોવિડ-૧૯ની અસરના સંકેત મળે છે.

રિઝર્વ બેંકના ગવર્નરે કોરોના બાદ અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવા ખાનગી ક્ષેત્રને સંશોધન અને નવીનતા, ફૂડ પ્રોસેસિંગ અને પર્યટન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, પર્યટન ક્ષેત્રે ઘણી સંભાવનાઓ હોવાથી ખાનગી ક્ષેત્રે તેનો લાભ લેવો જોઈએ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here