ઝકરબર્ગને પછાડી એલન મસ્કે વિશ્વના સૌથી ત્રીજા ધનાઢ્ય વ્યક્તિ બન્યા

0
22
Share
Share

સાન ફ્રાન્સિસ્કો,તા.૧

ટેક્નોલોજી એન્ટોપ્રેન્યોર એલન મસ્ક ફેસબુકના સહ સ્થાપક માર્ક ઝકરબર્ગને પછાડીને વિશ્વના ત્રીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. મસ્કની સંપત્તિ વધીને ૧૧૧૫.૪ અબજ ડોલર થઈ ગઈ છે, જ્યારે જકરબર્ગની સંપત્તિ ૧૧૦.૮ અબજ ડોલર છે. સ્ટોકના ફોરવર્ડ સ્ટોક સ્પ્લિટ બાદ ટેસ્લના શેરની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. આ કારણે મસ્કની સંપત્તિ વધી રહી છે.

માસ્ક ઉપરાંત જેફ બેજોસની પૂર્વ પત્ની મેકેન્જી સ્કોટ વિશ્વની સૌથી ધનાઢ્ય મહિલા બની ગઈ છે. તેમણે લો‘ઓરિયલની ઉત્તરધિકારી ફ્રેન્કોઈ બેટનકોર્ટ મેયર્સને પાછળ છોડી છે. સ્કોટને જેફ બેજોસની કંપની એમેઝોમાં ૪ ટકા હિસ્સેદારી મળી છે. બેજોસની સાથે છૂટાછેડા અંતર્ગત આ સંપત્તિ મળી છે. સ્કોટના ૪ ટકાની હિસ્સેદારી ૬૬.૪ અબજ ડોલર છે. ટેસ્લા કારનાં વેચાણમાં ૫૦૦ ટકાનો વધારો નોંધાયો છે. આ રીતે એલન મસ્કની સંપત્તિમાં ૮૭.૮ ટકાનો વધારો થયો છે. ટેસ્લાની માર્કેટ વેલ્યૂ ૪૬૪ અબજ ડોલર થઈ ગઈ છે જે વોલમાર્ટની માર્કેટ વેલ્યૂને પાછળ છોડી ચૂકી છે. વોલમાર્ટ રેવન્યૂના મામલે અમેરિકાની સૌથી મોટી કંપની છે.

એવા સમયે જ્યારે વિશ્વભરમાં કોરોનાને કારણએ ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે એલન મસ્ક, જેફ બેજોસ જેવા અમીરોની સંપત્તિમાં વધારો ચર્ચાનો વિષય બન્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here