જ્હાન્વીએ બે તસવીરો બિફોર એન્ડ આફ્ટરના કેપ્શનની સાથે કરી શેર

0
25
Share
Share

મુંબઈ,તા.૨

બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તેના ફેન્સ પણ મોટી સંખ્યામાં છે. તેના વીડિયો અને તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. હવે તેની એક એવી તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, જે એક્ટ્રેસની મુસીબત બની ગઇ છે. આ તસવીરોમાં એક્ટ્રેસે જ્હાન્વી કપૂર અડધો ડ્રેસ પહેરેલો છે. ખરેખરમાં એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે,

જ બન્ને શાનદાર સેન્સ ઓફ હ્યૂમર બતાવે છે.પહેલી તસવીરોમાં જ્હાન્વી કપૂર એક લાલ રંગના ગાઉનમાં દેખાઇ રહી છે, આ તસવીરમાં સ્ટાઇલિસ્ટ તેના વાળ ઠીક કરી રહી છે, આ દરમિયાન તે કંઇક ખાતી દેખાઇ રહી છે. બીજી તસવીરમાં જ્હાન્વી કપૂરના હાવભાવથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે તે ડ્રેસ પહેરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. જ્હાન્વી કપૂરે આ બન્ને તસવીરોને બિફોર એન્ડ આફ્ટરના કેપ્શનની સાથે શેર કરી છે.

ખાસ વાત છે કે બીજી તસવીર એક્ટ્રેસ માટે મુસીબત બની છે, કેમકે અડધો ડ્રેસ પહેરેલી એક્ટ્રેસની આ તસવીર પર સોશ્યલ મીડિયા પર લોકો ખરાબ કૉમેન્ટ કરી રહ્યાં છે. નોંધનીય છે કે એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાની આગામી ફિલ્મ ગુડ લક જેરીનું શૂટિંગ પુરુ કરવા માટે બિઝી હતી, પરંતુ ખેડૂત આંદોલનના કારણે તે શૂટિંગ કેન્સલ થયુ છે, અને તે પાછી મુંબઇ આવી ગઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here