જો બાઈડેન કેબિનેટમાં સામેલ થઈ શકે છે ભારતીય મૂળના વિવેક મૂર્તિ અને અરૂણ મજૂમદાર

0
61
Share
Share

વોશિંગટન,તા.૧૯

અમેરિકાના ભૂતપૂર્વ સર્જન જનરલ વિવેક મૂર્તિ સહિત બે અગ્રણી ભારતીય-અમેરિકનોને આગામી બિડેન-હેરિસ પ્રશાસનના કેબિનેટમાં સામેલ કરી શકાય છે. મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ‘ધ વૉશ્ગિટન પોસ્ટ’ અને ‘પોલિટિકો’ એ મંગળવારે કહ્યું હતું કે કોવિડ ૧૯ સામે લડવાથી લઈને નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડનના વડપણ હેઠળ ભારતીય અમેરિકી સલાહકાર મુર્તિને સ્વાસ્થ્ય અને માનવ સેવા પ્રધાન તરીકે નિયુક્ત કરી શકે છે.

બીજી તરફ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અરૂણ મઝૂમદારને ઉર્જા પ્રધાન બનાવી શકે છે. મૂર્તિ (૪૩) સત્તા હસ્તાંતરણના કોવિડ-૧૯ સલાહકાર બોર્ડના સહ અધ્યક્ષ છે. તેઓ કોરોના વાયરસના મામલાને લઈને બાયડનના નિકટના સાથી રહ્યા છે. અહેવાલોમાં જણાવાયું છે કે આ પ્રકાર ‘એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્‌સ એજન્સી-એનર્જી’ના પ્રથમ ડિરેક્ટર મજુમદાર ઉર્જા સંબંધિત બાબતોના બિડેનના ટોચના સલાહકાર રહ્યા છે.

મજુમદાર સિવાય ઉર્જા પ્રધાન પદ માટે પૂર્વ ઉર્જા મંત્રી અર્નેસ્ટ મોનિઝ, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકાર ડેન રીચર અને ભૂતપૂર્વ નાયબ ઉર્જા પ્રધાન એલિઝાબેથ શેરવુડ રેન્ડલ પણ ઉર્જા પ્રધાન પદના દાવેદાર છે. સ્વાસ્થ્ય અને માનવ સેવા મંત્રી પદ માટે મૂર્તિ ઉપરાંત, ઉત્તર કેરોલિનાના આરોગ્ય અને માનવ સેવા પ્રધાન મેન્ડી કોહેન અને ન્યૂ મેક્સિકોના રાજ્યપાલ મિશેલ લુજન ગ્રીશમ પ્રધાન પદના દાવેદાર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here