રસી બે ડોઝવાળી રસી જેટલી નક્કર નથી પણ એક ડોઝ ગંભીર બિમારીની સ્થિતિમાં ૬૬% પ્રભાવી રહ્યાનો દાવો
વોશિંગ્ટન, તા. ૩૦
જોનસન એન્ડ જોનસનની રસીનો એક ડોઝ કોરોના સંક્રમણ સામે રક્ષણ આપે છે પરંતુ તે બે ડોઝવાળી રસી જેટલી મજબૂત નથી. તેમ છતા વિશ્વમાં જેટલી રસીની આવશ્યકતા છે તેમાં તે સહાયક છે. જે એન્ડ જે શુક્રવારે કહ્યું કે, અમેરિકા અને સાત અન્ય દેશની રસીનો એક ડોઝ મધ્યમથી ગંભીર બીમારીની સ્થિતિમાં ૬૬ ટકા પ્રભાવી છે.
અલગ અલગ ક્ષેત્રમાં પ્રભાવી રહી છે. અમેરિકામાં રસીએ સારૂ પરિણામ આપ્યું છે. જ્યાં આ કોરોનાના ગંભીર કેસમાં ૭૨ ટકા પ્રભાવી રહી. જ્યારે દક્ષિણ આફ્રિકામાં આ ૫૭ ટકા પ્રભાવી રહી છે. જે એન્ડ જેના વૈશ્વિક શોધ પ્રમુખ ડો. મિથાઈ મેમને કહ્યું કે એક ડોઝમાં જુગાર રમવો ખરેખર લાભકારક રહ્યો છે.
સમગ્ર દુનિયામાં રસીકરણમાં સામે આવેલી મુશ્કેલીઓને જોતા વિશેષજ્ઞ એક ડોઝ પર વધારે જોર આપી રહ્યા છે. પરંતુ બે ડોઝના ૯૫ ટકા પરિણામને જોતા સવાલ એ છે કે શું ઓછી સુરક્ષિત રસી સ્વિકાર્ય થશે? કંપનીએ કહ્યુ છે કે અમરિકામાં ઈમરજન્સી પ્રયોગ માટે આ એક અઠવાડિયામાં અરજી કરશે અને પછી વિદેશમાં અરજી કરવામાં આવશે. આ કંપની જૂન સુધીમાં ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવાની આશા વ્યક્ત કરે છે. સાથે કંપનીને આશા છે કે અધિકારીઓ દ્વારા મંજૂરી મળતા જ તે રસી બહાર પણ મોકલાનુ શરૂ કરી દેશે. આ શરૂઆતના પરિણામ છે જેને ૪૪ હજાર વોલિન્ટિયર પર કરવામાં આવેલા અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવ્યો છે અને હજુ અધ્યયન ચાલુ છે.
વેક્સિનની રેસમાં વધુ એક કંપની બજારમાં આવી શકે છે. અમેરિકી ફર્મની નોવાવૈક્સ બ્રિટેનમાં ક્લિનિકલ ટ્રાયલના અંતિમ ચરણમાં ૮૯.૦૩ ટકા પ્રભાવી રહી છે. સોથી ખાસ વાત એ છે કે આ પહેલી વેક્સિન છે જે ટ્રાયલ દરમિયાન કોરોનાના યૂકે વેરિએન્ટની સામે પ્રભાવી સાબિત થઈ છે. નોવાવેક્સના ચીફ એક્જીક્યૂટીવ સ્ટેન એર્કએ કહ્યુ કે બ્રિટેનમાં કરવામાં આવેલા ટ્રાયલના રિઝલ્ટ શાનદાર રહ્યા છે અને જેટલી અમને આશા હતી તેના કરતા સારા પરિણામ આવ્યા છે.