સાવરકુંડલા. તા.૩
ગયાં વર્ષના ફેબ્રુઆરી અમદાવાદ શહેરમાં એક સ્વાગત કાર્યક્રમ એક વિદેશી મહેમાન માટે આયોજિત થયો હતો. એક તરફ દેશમાં કોરોના નું આગમન પણ થઈ ચૂક્યું હતું અને બીજી તરફ અમદાવાદ ખાતે મહેમાનનું આગમન. જો જો આ રાજકીય પ્રભાવ કેવી રીતે કાર્ય કરે છે.
જો કે હવે એ મહેમાન પણ ચૂંટણીમાં તેનાં દેશમાં પરાજિત થયાં અને એ મહેમાન તેનાં દેશમાં મહાભિયોગનો પ્રસ્તાવનો સામનો કરી રહ્યા છે. પરંતુ વાત તો એ જ છે કે તે સમયે ગરીબી છૂપાવવા દિવાલો ચણાવી હતી. અને આજે ખેડૂતો માટે પણ..!! આંદોલનને નિયંત્રિત કરવા માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. હવે આમાં આમ જનતાએ શું સમજવું?
સાવરકુંડલા શહેરનાં વિકાસ માટે એક સર્વસ્વીકૃત એજન્ડા બને અને એ મુજબ સાવરકુંડલા શહેરનાં સાચા અર્થમાં જે સેવાભાવી મહાનુભાવો છે એ શહેરની સત્તાનું સુકાન સંભાળે એ જ ખરો ઉપાય છે. પછી ક્યાંક પેલાં મુરતિયાની જોણ જેવું ન બને એ પણ સમજવું રહ્યું.
કારણ કે સાંઢિયાનાં લબડતાં હોઠ કદી હેઠા ન પડે અને કોણીનો ગોળ જોવાય પણ ખવાય કેમ? બાકી તો જનતા જનાદર્ન છે. બુધ્ધિજીવીઓનું અકળાનારું મૌન પણ ઘણી વખત મર્મભેદી હોય તો છે. આમ તો હાથ જમણો હોય કે ડાબો દરેકની એક કાર્યપદ્ધતિ હોય છે. પરંતુ સારા કાર્યો કરવા માટે બંને હાથની આવશ્યકતા હોય છે.