જૈન સમાજ ત્થા અખબારી આલમનાં અગ્રણી રાજુભાઈ શાહનું અવસાન

0
54
Share
Share

રાજકોટ : અહીંનાં જૈન સમાજ તેમજ અખબારી આલમના સંચાલનનો બહોળો અનુભવ ધરાવતા રાજુભાઈ શાહનું આજે અહીંની ખાનગી હોસ્પિટલમાં હૃદયની સારવાર દરમ્યાન નિધન થતા અખબારી આલમ ત્થા જૈન સમાજમાં શોકની લાગણી જન્મી છે. રાજુભાઈ વ્યવસાયે અખબાર સંચાલનમાં નિપુણતા ધરાવતા હતા તેઓ દ્વારા અખબારી આલમમાં અનેક યુવા પત્રકારોની કારકિદર્ી ઘડવામાં માર્ગદર્શન-સલાહ સુચનો આપી કેટલાક પત્રકારોની સમાજને ભેટ આપેલ. રાજુભાઈએ તંત્રીપદે નવલોહિયા યુવાનોને આગળ ધપવા પુરતી તકો આપેલ. બાળપણથી અખબાર સાથે ધરોબો ધરાવતા રાજુભાઈએ દેશપરદેશની આજકાલ નામથી રાજકોટમાં વધુ એક સાંઘ્ય દૈનિકનું પ્રકાશન શરૂ કરેલ હતુ.

રાજુભાઈએ સૌરાષ્ટ્ર આસપાસ, બાદ કેટલાક અખબારોની સ્થાપના-વિકાસમાં મહત્વનો ફાળો આપેલ હાલ તેઓ સમકાલીન નામના મોબાઈલ વર્તમાનપત્રનું સંપાદન કરતા હતા. રાજુભાઈનાં પત્રકાર આમલમાં વરિષ્ઠ પત્રકારો સાથે ધનિષ્ઠ અને સતત જીવંત સંબંધો તેમનું જમા પાસુ હતુ. રાજુભાઈ શાહે આજે સાંજે ૫૬ વર્ષની વયે અહીંની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા પરીવારમાં રાજુભાઈનાં બે પુત્રો છે દિવ્યપાલ હાલ રાજકોટમાં છે જ્યારે તેજપાલ કેનેડામાં છે રાજુભાઈ હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની સંચાલન સમિતિમાં સભ્ય હતા. રાજુભાઈનાં અચાનક અવસાનથી શાહ પરીવારમાં શોક ફેલાયો છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here