જેસર : માતલપર ગામે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

0
26
Share
Share

ભાવનગર, તા.૨૦

ભાવનગર જિલ્લાના જેસરના માતલપર ગામે ગત મોડી સાંજે અજાણ્યા શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી નાસી છુટયા હતા. ઉપલબ્ધ થયેલી પ્રાથમિક વિગતો મુજબ જેસર તાલુકાના માતલપર ગામે રહેતા સુરેશભાઈ હરિભાઈ રાઠોડ (ઉ.વ.૩૦)ને અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી દેતા સુરેશભાઈને લોહિયાળ હાલતે સારવાર અર્થે અત્રેની સર ટી.હોસ્પિટલમાં ખસેડાતા તેનુ મોત નિપજ્યું હતુ. ઘટનાના પગલે બગદાણા પોલીસે દોડી જઈ ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

તળાજા : શેત્રુંજી નદીમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

તળાજામાં રહેતા યુવાને શેત્રુંજી નદીના પૂલ પરથી ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ તળાજાના ભટ્ટ ચોકમાં રહેતા ગોપાલભાઈ રાજેન્દ્રભાઈ ત્રિવેદી (ઉ.વ.૩૩)એ ગઈકાલે બપોર શેત્રુંજી નદીના પુલ પર પહોંચી જઈ પુલ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. ઘટનાના પગલે પોલીસે મૃતદેહને નદીમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતક ગોપાલભાઈ મહાલક્ષ્મી મંદિરમાં સેવા-પૂજા કરી જીવન નિર્વાહ કરતો હોવાનુ ખુલ્યુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here