જેસર : માતલપર ગામે યુવાનની હત્યા અંગે પાંચ સામે નોંધાતો ગુન્હો

0
12
Share
Share

ભાવનગર તા. ર૧

જેસરના માતલપર ગામે યુવાનની થયેલી હત્યાના મામલે ૫ શખ્સો સામે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેસર તાલુકાના માતલપર ગામે રહેતા અને ટેમ્પો ચલાવવાનો વ્યવસાય કરતાં સુરેશભાઈ હરિભાઈ રાઠોડ (ઉં.વ. ૨૭) પર છરીના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવવાના મામલે મૃતકના પિતા હરિભાઈ કાળાભાઈ રાઠોડ (ઉં.વ. ૫૦) એ બગદાણા પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે મુકેશ મનુ ભાલીયા, હિમંત જોધા ચુડાસમાં અને ગોબર નગા ભાલીયાએ પોતાના પુત્ર સુરેશને કામ ચીંધ્યું હોય જે અંગે સુરેશે ના કહ્યાની દાઝ રાખી ઉપરોક્ત ત્રણેથય શખ્સોએ સુરેશભાઈને ઉપાડી જઈ અન્ય બે અજાણ્યા શખ્સો મળી સુરેશભાઈની હત્યા કરી નાસી છુટ્યા હતા. હરિભાઈની ફરિયાદના આધારે બગદાણા પોલીસે પાંચેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here