રામેશ્વરમાં ચાલતી રામકથામાં બાપુએ કહ્યું અયોઘ્યામાં રામસેતુ બને તો પણ શ્રીરામ મંદિર બંધાયાનો થશે આનંદ
કેશોદમાં ૧૬ જાન્યુ. એ ખેડૂતોનું બીનરાજકીય સંમેલન યોજાશે
જુનાગઢ તા. ૧૧
આગામી તા ૧૬ ના રોજ કેશોદના માંગરોળ રોડ પર આવેલા સનાતન આશ્રમ ખાતે બપોરના ૧ થી ૪ દરમિયાન એક ભવ્ય ખેડુત સંમેલન યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે જુદી જુદી કમિટી રચી કરવામાં આવી છે.
કેશોદ સકર્ીટ હાઉસ ખાતે ખેડુત પુત્ર હિત રક્ષક સમિતિ અને જિલ્લાની કિશાન એકતા સમિતિએ ખેડુતો સાથે થતાં અન્યાયને લઇ એક મીટીંગનું આયોજન કર્યું હતું. જે મિટિંગમાં આગામી તા ૧૬ ના રોજ કેશોદના માંગરોળ રોડ પર આવેલા સનાતન આશ્રમ ખાતે બપોરના ૧ થી ૪ દરમિયાન એક ભવ્ય ખેડુત સંમેલન યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે બિન રાજકિય આયોજક સમિતિ તથા જુદી જુદી કમિટી રચી કરવામાં આવી હતી.
આગામી તા ૧૬ ના રોજ માંગરોળ રોડ પર આવેલા સનાતન આશ્રમ ખાતે યોજાનાર ભવ્ય ખેડુત સંમેલનમાં પ્રખર વકત્તાઓ તરીકે નિલેશ એરવાડિયા, જે. કે. પટેલ, દશરથસિંહ ગોહિલ, મનુભાઇ ચાવડા, અશોકભાઇ ભાલિયા, ધનજીભાઇ પાટીદાર, દિલસુખભાઇ સોજીત્રા સહિતનાં હાજર રહશે.
આ સંમેલનમાં હાજર ભુમીપુત્રોને સરકાર કયાં કયાં મુદે અન્યાય કરી રહી છે તેની વિસ્તૃત ચર્ચા કરશે. કાર્યક્રમ દરમિયાન દિલ્હી આંદોલનમાં શહિદ થયેલાં ખેડુતોને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. જયારે સંમેલન પુર્ણ થતાં તમામ ખેડુતો ૪ઃ૩૦ કલાકે મામલતદારને આવેદન આપવા પણ જશે.