જેતલસર : અકાળા ગામે કુવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

0
23
Share
Share

રાજકોટ, તા.૧૯

જેતલસર પંથકના અકાળા ગામે અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ચકચાર જાગી છે.

બનાવની વિગતોનુસાર અકાળા ગામના સુભાસ કાનજીભાઈ રાદડિયાની વાડીના કુવામાંથી આશરે ૨૨ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને જેતપુર આવેલા અને એકતા ગ્રુપના હારૂનભાઈ રફાઈ તેમજ ગ્રુપના સેવાભાવી સભ્યોએ કુવામાંથી બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી.

તેમજ જેતપુર તાલુકા પો.સ્ટે.ના પી.એસ.આઈ. બાટવા, એએસઆઈ મુસ્તકભાઈ ચૌહાણ, વિજયસિંહ જાડેજા અને દિનેશભાઈ ખાટરીયાએ મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ જેતપુર ખસેડી બનાવ અંગેની આગળની તપાસ હાથ ધરી હતી. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here