જેતપુર : લૂંટનાં આરોપીઓ પાસેથી ચોરાઉ બાઈક ઝડપાયું

0
11
Share
Share

જેતપુર, તા.૨૫

૧૪ દિવસ પૂર્વે જેતપુર શહેરના જથ્થાબંધ અનાજ કરીયાણાના વેપારીનો થેલો આંચકીને રૂા.૨.૩૦ લાખની લૂંટના પ્રકરણમાં પોલીસે રેકી કરનાર બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ મુખ્ય બે આરોપીની એક ચોરાઉ મોટર સાયકલ સાથે ધરપકડ કરી છે.

શહેરના બોખલા દરવાજા પાસે ગુજરાત કરીયાણા ભંડાર નામની જથ્થાબંધ અનાજ કરીયાણાની દુકાનના માલીક મનસુખભાઈ કરેડ દિવસભરનો વકરો રૂા.૨.૩૦ લાખ થેલીમાં લઈને મોટર સાયકલ પર જતા હતા ત્યારે મોટર સાયકલ પર પાછળથી આવેલ બે શખ્સોએ હાથમાંથી પૈસા ભરેલ થેલીની લૂંટ ચલાવી નાશી ગયાની ફરીયાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રેકી કરનાર બે શખ્સોની તેમના ઘરેથી ભાગમાં આવેલા લુંટની રકમ સાથે ધરપકડ કરી હતી જ્યારે પકડાયેલ બંને આરોપીઓની પુછપરછમાં શહેરની દેરડીધાર વિસ્તારમાં રહેતા સુરો ઉર્ફે સુરેશ અશોકભાઈ ગાવરીયા અને મીલન જેન્તીલાલ મહેતા હોવાનુ ખુલ્યું હતુ.

આ લૂંટના બનાવમાં પોલીસે બંને આરોપીઓની વિધીવત રીતે એક ચોરાઉ મોટર સાયકલ સાથે શહેરના ધારેશ્વર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. જેમાં સુરેશ સામે અગાઉ રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ભરૂચ શહેરમાં ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, મારામારી જેવા ગુન્હાઓ નોંધાયેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here