જેતપુર નજીક ટ્રેકટરની ઠોકરે બાઈક ચડતાં સગાબે ભાઈનાં મોત થી ગમગીની

0
16
Share
Share

રાજકોટ, તા.૪

નાવગઢથી સરધારપુર વચ્ચે ટ્રેક્ટરે બાઇકને ઠોકરે લેતા નાના ભાદરા ગામે રહેતા પટેલ બધું વલ્લભભાઈ અંટાણા (ઉ.વ ૬૮) અને ગોપાલભાઈ અંટાણા (ઉ.વ ૫૮) ને ગંભીર ઇજા પહોંચતા બંનેના મોત થયા હતા.પટેલ બંધુ જેતપુર જંતુનાશક દવા લેવા ગયા હતા ત્યાંથી પરત ફરતા સમયે આ ઘટના બની હતી.

બનાવના પગલે પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવ અંગે પટેલ વૃદ્ધના પુત્રની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામકંડોરણાના નાના ભાદરા ગામે રહેતા વલ્લભભાઈ અંટાણા તેના નાના ભાઈ ગોપાલભાઈ સાથે ગઈકાલ સાંજના જેતપુરથી પરત ઘરે બાઈક પર આવી રહ્યાં હતાં.દરમિયાન તેમના બાઇકને નવાગઢથી સરધારપુર વચ્ચેના રોડ પર ટ્રેકટર ટ્રોલી ન.જી જે ૩ એચ.કે.૩૮૦૨ એ ઠોકરે લેતા બંને બાઈક પરથી નીચે પટકાયા હતા જેથી ગંભીર ઇજા થવા સબબ બંને ભાઈઓના મોત થયા હતા.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ વલ્લભભાઈને સંતાનમાં બે પુત્ર બે પુત્રી છે.જ્યારે ગોપાલભાઈને એક પુત્ર બે પુત્રી છે.બંને ભાઈ ખેતીકામ કરતા હતા.ગઈકાલ જેતપુર જંતુનાશક દવા લેવા ગયા બાદ સાંજના ઘરે પરત ફરતા હતા.દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.બનાવના પગલે પટેલ પરિવારમાં શોકની કાળી કાલીમાં છવાઈ ગઈ હતી.

અકસ્માતના આ બનાવ અંગે વલ્લભભાઈના પુત્ર વિજય અંટાણાની ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શરુ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here