જેતપુરમાં ૧૨૬ એકમોને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની નોટિસઃ ઉદ્યોગકારોની દોડધામ

0
40
Share
Share

જેતપુર,તા.૧૨
જેતપુરની જીવાદોરી સમાન ઉદ્યોગ સાડી ઉદ્યોગને જાણે ગ્રહણ લાગી હોઈ તેમ એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે એક બાજુ સાડી ઉદ્યોગ મંદીનો સામનો કરી રહી છે તો બીજી બાજુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પ્રદૂષણ ઓકતા ૧૨૬ કારખાનેદારને નોટિસ આપતા સાડી ઉદ્યોગમાં સોપો પડી ગયો છે. રાજકોટ ડેપ્યુટી કલેકટર રાજેશ આલના જણાવ્યા અનુસાર જેતપુરમાં ૧૨૬ એકમો કે જે પ્રદૂષણ ફેલાવે છે તેમને હાજર થવા નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં સીઈપીટી ડાઈંગ પ્રિન્ટિંગ, એસપીટી ડાઈંગ પ્રિન્ટિંગ, સીઈપીટી ધારેશ્ર્‌વરના કુલ ૧૨૬ એકમોનું હીરિંગ કરવામાં આવશે જેમાં ગઈકાલે ૨૦ કેસ ટેબલ ઉપર લેવામાં આવશે બાકીના સીઈપીટી દ્વારા વધુ મુદત માગતા ૨૪ તારીખ આપવામાં આવી હતી. ટોટલ ૧૨૬ એકમોમાંથી ચાર યુનિટ ટ્રાયલ બેજ ઉપર છે, જયારે ૫૦ યુનિટોને અગાઉ કલોઝર આપેલ હોઈ અને તેમનું રિઓબેશન થયા બાદ ચાલુ છે, અને હજુ ત્રીસ યુનિટમાં કલોઝર નોટિસ આપવા છતાં રિઓબેશન કરાવેલ નો હોઈ છતાં યુનિટો ચાલુ છે તેમની વિરૂધ્ધ જેયુડીસી એકટ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ ડેપ્યુટી કલેકટર દ્વારા જણાવેલ હતું.
જેતપુર એસોસિએશન દ્વારા જણાવેલ કે એનજીટીના ગાઈડલાઈન પ્રમાણે એસોસિએશનનું કામ ચાલુ છે નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે, જેતપુરથી પોરબંદરની પાઈપલાઈનનું કામ શરૂ કરવામાં આવ્યું ચે. ભાદર નદીમાં જે ગટર ચેનલ છે તેમને બંધ કરવાની કામગીરી ચાલુ છે, દેરડી રોડ ઉપર નવો પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલુ છે જેથી જો અમને એનજીટી થોડો સમય આપે તો કામગીરી પૂર્ણ કરી શકીશું. તેવું એસોસિએશન દ્વારા જણાવાયું છે. ૨૪ તારીખ આપેલી હોઈ ત્યારે કયાં યુનિટને કેટલો દંડ અને શું એનજીટી દ્વારા પગલાં લેવાશે તે ખબર પડશે, આવનાર સમયમાં જેતપુરનો જીવાદોરી સમાન સાડી ઉદ્યોગ અને નાના કારખાનેદારો ટેબલ યુનિટો મુશ્કેલીનો સામનો કરશે તેમાં બે મત નથી.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here