જેતપુરમાં લૂંટના ચારેય આરોપીઓ ઝડપાયા

0
18
Share
Share

આરોપીઓ પાસેથી ૨૯.૯૫ લાખનો મુદામાલ કબ્જે કરતી પોલીસ

જેતપુર તા.૨૪

જેતપુર શહેરમાં સોની વેપારી પાસેથી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ૪૨ લાખની ચકચારી લુંટ કરી છરીથી ઇજા કરવાના બનાવના આરોપીઓ તથા મુદ્દામાલ સાથે ગુન્હો શોધીમાં રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. લૂંટની ઘટના બનતા જ રાજકોટરેન્જના આઈ.જી.સંદિપ સિંહ તથા રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ તત્કાલ ગુનેગરોને પકડી ભેદ ઉકેલવાસૂચના આપી હતી. જેમાં જેતપુર ખાતે ગઇ તા. ૨૧ ના સવારના ૧૦ વાગ્યાના સમયે ચીમનભાઇ કાળાભાઇ વેકરીયા (રહે . ધોરાજી) જેતપુરમાં સોનાના દાગીના ખરીદી કરી કમીશનથી વેપાર કરતા હોય અને પોતે થેલામાં આશરે વજન ૭૧૦ ગ્રામ સોનાના દાગીના કિંમત રૂ. ૨૮,૪૦,૦૦૦ તથા રોકડા રૂપિયા ૨ લાખ એક થેલામાં ભરીને પગે ચાલીને જેતપુરના નાના ચોકથી મતવા શેરી તરફ જતા હોય તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો મોટર સાયકલ પર આવી આંખમાં મરચાનો પાઉડર છાંટી પગમાં છરીથી ઇજા કરી હાથમાં રહેલ થેલો લૂંટી નાશી ગયેલ હતા જે ગુનો શોધી કાઢવા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્‌યના બલરામ મીણા તથા જેતપુર વિભાગના એ.એસ.પી. સાગર બાગમરના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. તથા જેતપુર સીટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેતપુર ના આઇ – વે પ્રોજેકટ અંર્તગત સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરી આરોપીઓની સાચી ઓળખ મેળવી તેઓને ઝડપી પાડવા માટે ટેકનીકલ સર્વેલન્સ અને મોબાઇલ કોલ ડીટેઇલ આધારે એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની ટીમોને અમદાવાદ, જામનગર, વડોદરા, ચોટીલા તથા રાજકોટ શહેરમાં મોકલી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‌યના પીઆઇ. એ.આર.ગોહીલ તથા પીએસઆઇ એચ.એમ. રાણા નાની બાતમી આધારે મુખ્ય આરોપી સાકીર મુસાભાઇ ખેડારા (રહે . જેતપુર ગોંડલ દરવાજા ટાવર) અને સમીર ઉર્ફે ભડાકો હનીફભાઇ વડાભાઇ કુરેશી (રહે. રાજકોટ કોઠારીયાસોલ્વટ મસ્જિદ પાસે)ને તથા કોન્સ્ટેબલ નારણભાઇ પંપાણીયા, દીવ્યેશભાઇ સુવાની બાતમીના આધારે આરોપી તુફેલ ઉર્ફે બબો મુસાભાઇ ખેડારા (રાજકોટ કોઠારીયા સોલ્વટ મહમદીબાગ મસ્જિદની બાજુમાં) ઝડપી લીધા હતા અને એસ.ઓ.જી. કોન્સ્ટેબલ સાહીલભાઇ ખોખરની બાતમી આધારે આરોપી અકબરભાઇ જુસબભાઇ રીબડીયા (રહે.રાજકોટ કોઠારીયા સોલ્વટ બરકતીનગર, મુળ પારડી તા.લોધીકા)ને સકંજામાં લીધો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here