જેતપુરમાં રાહદારીના મોબાઇલની ચિલઝડપ કરી જતા ત્રણ બાઇક સવાર શખ્સો

0
15
Share
Share

જેતપુરતા. ૧૩

. શહેરના જૂનાગઢ રોડ પર રહેતા વિશાલ કાછડીય ચાંપરાજપુર પાસે આવેલ મારુતિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં સુપરવાઇઝરની કામગીરી કરે છે. ગત બુધવારના રોજ તે કંપનીના પલાન્ટેથી કામ પૂર્ણ કરી રાત્રીના આઠેક  વાગ્યે ઘરે જવા પગપાળા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં એક કાળા કલરના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર મોઢા પર રુમાલ  બાંધીને આવેલ ત્રણ શખ્સોએ તેની પાસે આવી મોટર સાયકલ ઉભું રાખી ત્રણ અજાણ્યા શખ્સોમાંથી એક શખ્સ  નીચે ઉતરીને ફરીયાદી પાસે આવીને કઈ પણ બોલ્યા વગર ફરીયાદીના હાથમાં રહેલ મોબાઈલની ઝૂંટવી ચાંપરાજપુર  બાજુ નાશી ગયા હતા. અચાનક બનેલ બનાવથી અવાક થઈ ગયેલ વિશાલે તરત જ સ્વસ્થતા કેળવીને મોટર  સાયકલના નંબર જીજે-૦૩ કેએ- ૦૨૩૦ નોંધી લીધા અને પોતાના ઘરે આવી ઓનલાઈન ખરીદેલ મોબાઈલનું બીલ  શોધવા લાગેલ જે આજે મળી જતા સીટી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ઝૂંટવી લીધાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે  ફરીયાદ નોંધી સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ હાથ ધરતા ત્રણેય શખ્સોની ઓળખાણ થઈ ગઈ હોવાનું અને ત્રણેય પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું હતું.

ધ્રાંગધ્રા : પ્રોહીબીશનના ગુન્હામાં ૯ માસથી ફરાર આરોપી ઝડપાયો

ધાંગધ્રા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા નવ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે. જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ અધિક્ષક આર. બી. દેવધાની સુચના ને અનુલક્ષીને પોલીસ ઇન્સ્પેકટર બી.એમ.દેસાઈ ના માર્ગદર્શન મુજબ  એ.એસ.આઇ પુંજાભાઈ વાઢેર અને પોલીસ કોન્સ્ટેબલ દશરથ ધાંધર, અશોક શેખાવા, વિક્રમ રબારી,યુવરાજસિંહ સોલંકી અને મહાવીર સિંહ રાઠોડ સહિતે મળેલી ખાનગી બાતમીને આધારે પેટ્રોલિંગ વિસ્તારમાં હતા ત્યારે કલમ ૬૫ ઇ,૧૧૬ બી મુજબ ના ગુના માં નાસતા ફરતા આરોપી  રામદેવસિંહ વિક્રમસિંહ ઝાલા ઉમર વર્ષ ૩૧ અને સૈનિક સોસાયટી,કુડા ફાટક પાસે રહેતા આ શખ્સને મફતીયાપરા માં આવેલ શિતળા માતાના મંદિર પાસે જોવા મળતા આ ટીમે  ત્યાંથી તેને ઝડપી લીધો છે.

માળીયા (મીં.) : સગીરાના અપહરણનો આરોપી ઝબ્બે

માળિયા પંથકમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય જે બનાવ અંગે તપાસ ચાલવતા સીપીઆઈ ટીમ દ્વારા આરોપીને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આઈ એમ કોઢિયાની ટીમ અપહરણના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા પોલીસ મથકમાં સગીરા અપહરણના ગુન્હામાં આરોપી સુખદેવ અરજણ દેગામાં (ઉ.વ.૨૫) રહે કુંભારિયા તા. માળિયા વાળો  ધ્રાંગધ્રાથી હળવદ તરફ આવતા રોડ પર ઢવાણા ગામના પાટિયા પાસે હોવાની બાતમી મળતા સીપીઆઈ ટીમે આરોપીને ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં  સફળતા મળી છે અને આરોપીને કોટર્માં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યો છે.

હળવદ : દારૂના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

હળવદ પંથકમાં દારુના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને આજે મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગ માં હોય દરમિયાન હળવદ પોલીસ મથકમાં દારુના ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી આશીફ ઉર્ફે અશોક ઇકબાલ મૂલતાની (ઉ.વ.૨૭) રહે જુના દેવળિયા તા. હળવદ વાળો જુના દેવળિયા ગામે હોવાની બાતમીને આધારે આરોપીને જુના દેવળિયા ગામેથી ઝડપી લઈને હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે.

ભુજ : જેઆઇસીમાં પાકિસ્તાની યુવાનનું બિમારીથી મોત

ભુજના જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં પાછલા ત્રણ મહીનાથી પાકિસ્તાની પ્રતિબંધકોના મોતનો શરુ થયેલો સીલસીલો સતત આગળ ધપી રહયો છે. આજે વધુ એક પાકિસ્તાની યુવકનું મોત નીપજયુ છે. જેઆઇસીમાં ર૦૦૯થી પ્રતીબંધક તરીકે અટકાયતમાં રહેલા ૩૮ વર્ષીય પાકિસ્તાની યુવકનું પગમાં સોજા ચઢી ગયા બાદ ગણતરીના કલાકોમાં મોત નીપજયુ છે. મરનાર ઇમરાન કામરાન મુળ પાકિસ્તાનના હૈદ્રાબાદનો વતની હતો.

ર૦૦૯માં તે કચ્છમાં ઘુષણખોરી કરતા ઝડપાયો હતો. દયાપર પોલીસે તેની વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. ઇમરાનને પગમાં એકાએક સોજા ચઢી જતા ગઇકાલે સાંજે ૪.૩૦ કલાકે તેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયા રાત્રે ૧ર.૧૯ કલાકે તેણે દમ તોડી દીધો હતો. બનાવ અંગે ભુજ બી ડીવીઝન પોલીસે એકિસડેન્ટલ ડેથની નોંધ પાડી તપાસ શરુ કરી છે. બનાવની તપાસ કરી રહેલા પીઆઇ એસ.બી. વસાવાએ જણાવ્યુ કે ઇમરાન માનસીક રીતે અસ્વસ્થ હતો અને તે બીમારીની પણ સારવાર ચાલતી હતી. તેના મૃતદેહનું જામનગરમાં પોસ્ટમોર્ટમ કરાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here