જેતપુરમાં પ્રેમસંબંધ મામલે યુવતિનાં મામાની હત્યા નિપજાવતા ૪ શખ્સો

0
12
Share
Share

પ્રેમીને યુવતીના મામા સમજાવવા જતાં તેનો ખાર રાખી ત્રણ મામા પર હુમલો, બે ને ગંભીર ઇજા

રાજકોટ તા. ૧પ

જેતપુરનાં ભાદરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા બહાદુરભાઇ નાગભાઇ વાંક તેના ભાઇઓ દિલુભાઇ અને દડુભાઇ સાથે રહી ગુજરાન ચલાવતા હોય તેની બહેનની દિકરી કે જે ઉપલેટાના ઢાંક ગામે રહે છે તે અહીં આવેલ હોય તે દરમ્યાન આ જ વિસ્તારમાં રહેતો ઉદય ભાણકુભાઇ શેખવાને તેની સાથે સંબંધ થઇ જતા ઉદય ભગાડી જવાનો હોય તે અંગેની જાણ બહાદુરભાઇને થઇ જતાં તેના ભાઇઓને સાથે લઇ ઉદયને સમજાવવા ગયેલ.

બાદ તેની ભાણેજ તેના ઘરે મોકલી દીધી હોય ઉદયભાઇને તે યોગ્ય નહી લાગતા ગત સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં ઉદય તેનો ભાઇ દિલુ અને બે અજાણ્યા શખ્સોને સાથે રાખી બહાદુરભાઇને ઘરે આવી બોલાચાલી કરી બેઝબોલના ધોકા, લોખંડના પાઇપ વડે હિચકારો હૂમલો કરતા ત્રણે ભાઇઓને ગંભીર ઇજાઓ થયેલ હતી. જેથી લોહી લુહાણ હાલત થઇ જતાં માણસોના ટોળા એકત્રીત થતાં ચારે શખ્સો નાસી છુટયા હતા અને ઇજા પામેલ બહાદુરભાઇ, દિલુભાઇ અને દડુભાઇને સારવાર માટે જૂનાગઢ લઇ જવાયેલ જયાં દિલુભાઇ અને દડુભાઇને વધુ ગંભીર ઇજાઓ હોય, બહાદુરભાઇને માથામાં ટાંકા લઇ બંને ભાઇઓને રાજકોટ રીફર કરાયેલ હતાં.

જયાં સારવાર દરમિયાન દિલુભાઇ નાગભાઇનું મોત નિપજેલ હતું અને દડુભાઇ કોમામાં ચાલ્યા ગયેલ જેથી પોલીસે બહાદુરભાઇની ફરિયાદ પરથી ઉદય ભાણકુભાઇ શેખવા, ગેલુ ભાણકુભાઇ શેખવા અને અન્ય બે અજાણ્યા શખ્સો મળી ચાર વિરૂધ્ધ આઇપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૫, ૧૧૪, જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ સીટી પીઆઇ જે.બી.કરમુરે હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here