જેતપુરમાં જુગાર રમતા છ શખ્સો રૂ.૧.૩૭ લાખની રોકડ સાથે ઝડપાયો

0
14
Share
Share

જેતપુર,તા.૧૫

જેતપુરમાંથી જુગારનો અખાડો ઝડપાયો છે. જીતેન્દ્ર રામાણી નામના વ્યકિતના રહેણાંક મકાનમાં પત્તા ટીંચતા ૬ શકુની પકડાયા હતા. રાજકોટ રુરલ ક્રાઇમ બ્રાંચની ટીમે રુા. ૧.૩૭ લાખની રોકડ, પાંચ મોબાઇલ ફોન મળી રુા. ૧.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન મકાન માલિક જીતેન્દ્ર રામાણી નાસી છુટતા પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રુરલ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, જેતપુરમાં લેઉવા પટેલ સમાજની વાડી પાસે બાવળાપરા શેરી નં.૯માં રહેતા જીતેન્દ્રભાઇ મગનભાઇ રામાણી પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવે છે. જેમાં આધારે દરોડો પાડતા સ્થળ પરથી પત્તા ટીંચતા રમેશચંદ્ર ઉર્ફે રાજુભાઇ નેભનદાસ નથવાણી (ઉ.વ.૬૩, રહે. ગાંધી રોડ, બગીચાની સામે, ભગવતી હાઇટસ, જેતપુર), શેહજાદ રફીકભાઇ છુટાણી (ઉ.વ.૩૧, રહે. બોખલા દરવાજા, દેવજી ભીમજીવાળી શેરી, જેતપુર), અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઇ બારૈયા (ઉ.વ.૩૭, રહે. બાપુની વાડી, અભિષેક સ્કુલ પાસે, જેતપુર), લલિતભાઇ ડોસાભાઇ અઢીયા (ઉ.વ.૭૦, રહે. મહાદેવવાડી શેરી નં. ૪, ગોંડલ), સુધીરભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.૪૧, રહે. હડમતીયા, તા. ધોરાજી) અને ભાવિનભાઇ મથુરદાસ ઉદ્દેશી (ઉ.વ.૪૮, રહે. ભાયાવદર, શાક માર્કેટની બાજુમાં)ને દબોચી લેવાયા હતા. જ્યારે મકાન માલિક જીતેન્દ્ર રામાણી સ્થળ પરથી મળી ન આવતા નાસી જતા તેની શોધખોળ શરુ કરવામાં આવી છે.

દરોડા સ્થળ પરથી પોલીસે રુા. ૧,૩૭,૭૦૦ની રોકડ, રુા. ૫૬,૫૦૦ની કિંમતના પાંચ મોબાઇલ ફોન રુા. ૧,૯૪,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દરોડામાં રુરલ ક્રાઇમ બ્રાંચ પી.આઇ. એ.આર.ગોહિલ, પીએસઆઇ એચ.એમ.રાણા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઇ ગુજરાતી, સંજયભાઇ પરમાર, કોન્સ્ટેબલ નારણભાઇ પંપાણીયા અને અમુભાઇ વિરડા કામગીરીમાં રોકાયેલા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here