જેતપુરના સાડી ઉદ્યોગના ૧૫૦ મશીન બંધ, કામદારોની રોજી છીનવાઇ

0
20
Share
Share

જેતપુર,તા.૨૨
જેતપુરનો સાડી ઉદ્યોગ અત્યારે ઘણાં કપરાં દોરમાંથી પસાર થઈ રહ્યો છે પરંતુ ૭૦ અને ૮૦ દશકામાં આ ઉદ્યોગે સુવર્ણકાળ પણ જોયો છે, અત્યારે જેતપુરનો સાડી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. કોરોના પછી કોટન સીઝન સારી હતી,પરંતુ આ સ્થિતી બહુ લાંબી ન ચાલી. દિવાળી પછીથી તબબકાવાર અત્યાર સુધીમાં મીટર એ ૬ રૂપિયા વધી જતાં અત્યારે કોઈ કાપડ લેતાં નથી, હાલ અત્યારે ૧૫૦ મશીનો બંધ પડ્યા છે. કોરોનાની સાથે મોંઘવારીનો પણ માર આ ઉદ્યોગને નડી રહ્યો છે. સુત્રોએ ઉમેર્યું હતું કે જો આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં ઘણાં બધાં કાપડનાં યુનિટ બંધ થાય તેમ છે.
સાથે જેતપુરની સાડી અને જે માલ છે તે જે રાજયમાં જાય છે ત્યાં રાજયોમાં કાપડનાં ભાવ વધારાનાં હિસાબે લેવાલી નથી. એકસપોર્ટની વાત કરીએ તો આફ્રિકામાં કોરોના આવ્યો છે, આથી કોઇ ખરીદારી જ નથી. જેની અસર આખા જેતપુર તાલુકામાં દેખાઇ રહી છે. હવે જો કાપડનો ભાવ ન ઘટે તો જેતપુરના ૩૦ ટકા સાડી યુનિટ બંધ થઇ જાય તેમાં બે મત નથી.
એક તો આટલી મંદી અને બીજી તરફ રો મટિરિયલ્સ, કલર કેમિકલનાં ભાવ વધી ગયા છે અને મંદીને હિસાબે કોઈ કારખાનેદારો ભાવ વધારી શકે તેમ નથી. જેતપુરના વેપારીઓ આગામી દિવસોની રાહ જોઈ રહ્યાં છે. હમણાં બજેટમાં કેન્દ્ર સરકારે દેશની અંદર સાત ટેક્ષટાઈલ પાર્ક આપવાની જાહેરાત કરી છે, એમાં જેતપુરમાં કોટન ઉદ્યોગ મોટો છે એમાં જેતપુરમાં એક ટેક્ષટાઈલ પાર્ક ફાળવે તેવી જેતપુરના ઉદ્યોગકારોની માંગ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here