જેતપુરનાં શખ્સ વિરુધ્ધ વ્યાજખોરી અંગે બે ફરિયાદ, આરોપીની શોધખોળ

0
22
Share
Share

રાજકોટ તા. ર૩

પાટણવાવના મોટી મારડની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અશોકભાઇ રમેશભાઇ મોકરીયા (કોળી) (ઉ.વ.ર૭) નામના યુવાને જેતપુરના નવનીત પ્રહલાદભાઇ ચલ્લા સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. અશોકભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે પોતે ડ્રાઇવીંગ કામ કરે છે. ટેમ્પો લેવા માટે પૈસાની જરૂર હોય જેથી આરોપી નવનીત પાસે પૈસા વ્યાજે લેવા સંપર્ક કરતા આરોપીઓ અશોકભાઇ પાસેથી એસબીઆઇ બેન્કના એક ચેક રૂા.૦ હજારની રકમ ભરેલ ચેક લખાવી લઇ એક કોરો ચેક એમ કુલ બે ચેક મેળવી લાયસન્સ વગર રૂા.પ૦ હજાર અશોકભાઇને ૧૦ ટકા લેખે ઉંચા વ્યાજે આપી ૧૦ ટકા લેખે વ્યાજ વસુલ કરી અને ત્યારબાદ અશોકભાઇને પાંચ માસ પહેલા ટેમ્પાનું એન્જીન ચોંટી જતા રૂા. પ૦ હજાર ૧૦ ટકા વ્યાજે લઇ અને આરોપીએ ફરી બે એસબીઆઇ બેંકના ફરીયાદના નામના કોરા ચેક લઇ અને ફરીયાદીનો સોનાનો ચેઇન તથા ત્રણ સોનાની વીટી ગીરવે લઇ આરોપીએ અશોકભાઇ પાસેથી બળજબરીથી રૂા. ર લાખ કરતા વધોર વ્યાજ વસુલી લઇ અને સમયસર વ્યાજના પૈસા ચુકવી ન શકે તો અશોકભાઇએ આપેલો કોરો ચેક રૂા. ર લાખની રકમ લખી બેંકમાં નાખી ચેક રીટર્ન કરાવી અશોકભાઇને નોટીસ આપવી અને નેગોશીયેબલ એકટ મુજબ ફરીયાદ કરવાની ધમકી આપીને સોનાના દાગીના બે તોલાના ગીરવે લઇ લીધા હતા.

બીજી ફરીયાદમાં મોટીમારડનાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા કેતનભાઇ ભુપતભાઇ કોળી(ઉ.વ.ર૪) નામના યુવાને ફરીયાદમાં જણાવ્યું હતું કે કેતનભાઇના લગ્ન હોય જેથી પૈસાની જરૂરીયાત ઉભી થતા આરોપી નવનીત ચલ્લાએ સહી કરેલા છ કોરા ચેક લીધા હતા અને બે સોનાની બુટ્ટી ગીરવે રાખી લાયસન્સ વગર રૂા. પ૦ હજાર ૧૦ ટકા લેખે વ્યાજે લીધા બાદ તેના રૂા. ર લાખ આપી દીધા છતાં વ્યાજની વસુલી કરવા રૂા. ર.પ૦ લાખનો ચેક બેંકમાં નાખી રીર્ટન કરવી ફરીયાદ કરવાની ધમકી આપી હતી.

આ અંગે પાટણવાવા પોલીસે જેતપુરનાં નવનીત પ્રહલાદ ચલ્લા સામે બે ફરીયાદો નોંધી કાર્યવાહી આદરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here