જેતપુરઃ સ્વ. સવજી કોરાટની ૨૨મી પુણ્યતિથી ઉજવાઈ

0
35
Share
Share

વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજ સેવાના કાર્યો કરાયા

ગિરગઢડા તા ૨૭

ગુજરાત ના કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મેળવી પોતાની કાર્યદક્ષતા લોકોના હ્ર્‌દય મા સ્થાન બનાવેલ એવા સ્વ સવજીભાઈ કોરાટ જ્યારે માર્ગ મકાન કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે તેમણે  માર્ગ અકસ્માત ને રોકવા માટે અનેક યોજના કરેલ ગુજરાત માટે અનેક  કાર્યો કર્યા હતા  જેતપુર ના ગ્રામ્ય પંથક મા તો સ્વ સવજી ભાઈ કોરાટ નિ છબી લોકો ના ઘર મા  જોવા મળે છે સ્વ સવજી ભાઈ નિ વિદાય ને ૨૨ વર્ષ થયી ગયેલ હોવા છતાં તેમના લોક હિત માટે કરેલ કાર્યો લોકો ભૂલી સકતા નથી અને તેમના રહી ગયેલ અધૂરા કાર્યો જસુબેન કોરાટે બીડું ઝડપી જસુબેને પણ લોકો તેમની સેવાકીય કામ કરવાનિ પદ્ધતિ થી   અનેરું સ્થાન મેળવેલ છે  સ્વ સવજી ભાઈ કોરાટની ૨૨મી પુણ્યતિથિ નિમિતે શહેરની  સામાજિક સંસ્થા દ્વારા અનેક સેવાકીય આયોજન કરવામાં આવેલ છે જેમાં સવજી ભાઈ કોરાટ ટ્રસ્ટ તેમજ જેશીઆઈ દ્વારાસર્વ રોગ નિદાન કેમ્પ તેમજ લાયન્સ ક્લબ દ્વારા નેત્રરોગ સારવાર કેમ્પ યુવા ભાજપ દ્વારા રક્ત દાન  કેમ્પ નું આયોજન સવારે નવ કલાકે સ્વ સવજી ભાઈ કોરાટ ટ્રસ્ટ હોસ્પિટલ મા કરવામાં આવેલ  તેમજ પશુ નિદાન કેમ્પ પેઢલા ખાતે ઉંઈઈં દ્વારા આયોજન કરવામાં આવેલ  સાથે ઉંઈઈં દ્વારા હરતું ફરતું ડેડ બોડી ફિજર પણ અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં જયેશભાઇ રાદડિયા દ્વારા કેમ્પ નું ઉદ્ધાટન કરવામાં આવેલ  જેમાં જસુબેન કોરાટ. રાજકોટ જિલ્લા પ્રમુખ મનસુખ  ખાચરીયા પ્રશાંત કોરાટ. જેન્તીભાઇ રામોલીયા તેમજ અગ્રણી ઉદ્યોગ પતિ હાજર રહેલ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here