જેતપુરઃ વૃદ્ધને મારમારી કારખાનેદારને ધમકી આપતો લુખ્ખો શખ્સ

0
12
Share
Share

જેતપુર, તા.૩૦

જેતપુરનાં નવાગઢ ગેસના ગોડાઉન પાસે રહેતા મોહબતભાઇ બુઢુભાઇ સેના (સિપાઇ) (ઉ.વ.૬૫)નામનાં વૃઘ્ધ નવાગઢ ખાતે આવેલા સમીયાણા ડાઇંગમાં પગી તરીકે નોકરી કરે છે. રાત્રીનાં સમયે કારખાનાના સ્થળે જેતપુર નવાગઢ પાસે રહેતો વસીમ અમીત મતવા નામનો વ્યકિતએ પાસે આવી કહેવા લાગ્યો કે કારખાનાના માલીકનો ફોન નંબર જોઇએ છે. તું આપ જેથી વૃઘ્ધે નંબર આપવાની ના પાડી દેતાં વસીમે ઉશ્કેરાઇને વૃઘ્ધને માર મારી અને કારખાનામાં બે કિલો ગાંજો મુકીને પોલીસ કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી હતી અને લાકડીથી માર મારતાં શરીરે ઇજા થઇ હતી. દેકારો થતાં આજુ-બાજુનાં બે- ત્રણ માણસો આવી જતાં વૃઘ્ધને હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવ અંગે જેતપુર પોલીસ મથકનાં સટાફે કાર્યવાહી આદરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here