જેતપુરઃ ત્રણ લાખનાં હેરોઈનનાં જથ્થાં સાથે શખ્સ ઝડપાયો

0
19
Share
Share

રાજકોટ, તા.૧૨

જેતપુરમાં રાજકોટ રુરલ એસ.ઓ.જી.ની દરોડો પાડીને માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે મુસ્લિમ શખ્સની ધરપકડ કરી ત્રણ લાખની કિંમતનો મદદ પદાર્થ હેરોઇન નો જથ્થો કબ્જે કર્યો છે. રાજકોટ રુરલ એસ.ઓ.જી.ની મળેલી બાતમીના આધારે જેતપુરના શાકમાર્કેટ પાસે મહાત્મા ગાંધી રોડ પર વોચ ગોઠવી ગેબનસા પીર દરગાહ પાસે  રહેતા મહેબુબ ઉર્ફે મેબલો હારુનભાઇ પરમાર નામના શખ્સને અટકાવી તલાસી લેતાં તેની પાસેથી માદક પદાર્થ હેરોઈનનો ૩.૮૦ એમ.એલ જથ્થો મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લાખો રુપિયા છે તેવા મોરફીન હેરોઈન નો જથ્થો મહેબૂબ ક્યાંથી લાવ્યો અને કોને કોને આપવાનો હતો તે સહિતની બાબતો ઉપર પોલીસે તપાસ કેન્દ્રિત કરી રહેલા મહેબૂબ ની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છ.ે

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here