જેએનયુ હિંસા મામલે દિલ્હી પોલીસની કામગીરી પર શંકાના વાદળો ઘેરાયાં

0
57
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૧
જેએનયુમાં થયેલી હિંસાને લઈને શુક્રવારે દિલ્હી પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક તથ્યોને સામે રાખ્યવાનો પ્રયત્ન કર્યો. પણ દિલ્હી પોલીસ અધૂરી તૈયારીઓ સાથે મીડિયાની સામે આવી હતી. પોલીસે બંને પક્ષોના હુમલાખોરોની તસવીરો જાહેર કરી. જેમાં એક તસવીરમાં નામ કોઈનું અને વ્યક્તિ કોઈ બીજી જ હવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસ પર ભેદભાવનો પણ આરોપ લાગી રહ્યો છે કારણ કે, તેમણે ડાબેરીપક્ષોના આરોપી હુમલાખોરોનું નામ લીધું પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું નામ લેવાથી દૂરી રાખી હતી.
એક વિડિયોમાં ૫ જાન્યુઆરીએ બપોરે ૩.૪૫ વાગ્યે કેટલાક બુકાનીધારી વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે જે કદાજ પેરિયાર હોસ્ટેલ જઈ રહ્યા હતાં. તેમની સાથે જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષા આઈશી ઘોષ પણ દેખાઈ રહી છે. જોકે, વિડિયોમાં કોઈના હાથમાં હથિયાર નથી. બીજી તરફ બુકાનીધારીની એક ભીડ હથિયાર લઈને રાતે આવી અને તેમણે સાબરમતી હોસ્ટેલ પર હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો દિવસે કરેલા હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. બીજો હુમલો ઘણો ઉગ્ર હતો. આઈશી અને એક પ્રોફેસરના માથા પર ઈજા થઈ અને કુલ ૩૬ લોકો ઘાયલ થયાં.
તપાસ પર ઉઠેલા સવાલો અને સોશિયલ મીડિયામાં ચોતરફી ટીકાનો ભોગ બન્યા પછી પોલીસે તાત્કાલિક વિકાસ પટેલની સાચી તસવીર જાહેર કરી. પણ આ ઘટના બાદ પોલીસની થિયરી પર અનેક સવાલો ઉભા થયાં છે. જો પોલીસ તમામ લેફ્ટ વિદ્યાર્થી સંગઠનોના નામ લઈ રહી છે તો એબીવીપીનું નામ શા માટે નથી લઈ રહી અને બીજું કે, ૫ તારીખે જે બુકાનીધારીઓ જેએનયુમાં દાખલ થયા તેના અંગે હજુ સુધી પોલીસ કેમ કોઈ જાણકારી નથી આપી રહી.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here