જૂનાગઢ : સરગવાડા ગામે રહેણાંકમાંથી ૬૨ બોટલ વિદેશી દારૂ સાથે શખ્સ ઝબ્બે

0
17
Share
Share

જૂનાગઢ તા. ૧૪

જૂનાગઢ તાલુકા પોલીસની હદના સરગવાડા ગામે બુટલેગરના ઘરમાં પોલીસે ત્રાટકી ૬૨ બોટલ ઇંગ્લીશ દારુ કિંમત ૨૬૨૦૦નો જપ્ત કરી એકને ઝડપ્યો હતો. જ્યારે એક હાજર મળી આવ્યો નહોતો.

આ અંગેની તાલુકા પોલીસમાંથી મળતી વિગત મુજબ સરગવાડા ગામે બુટલેગર કરમશી નારણ સોલંકીના ઘરે વિદેશી દારુ ઉતારવામાં આવેલ હોય જે બાતમીના આધારે તાલુકા પીએસઆઈ એસ.એન. સગારકા અને સ્ટાફે રેડ કરતા જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ ૫૦ અને નંગ ૧૨ સહિત કુલ ૬૨ કિંમત ૨૬,૨૪૦નો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી દે.પૂ. અશોક ઉર્ફે ભુરીયો કરમશી (તેનો પુત્ર) ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. આ આરોપીઓ બુટલેગર હોય અનેક ગુના તેઓના નામે નોંધાયેલ હોવાનું પોલીસે જણાવ્યું છે. ભાગી છુટેલા અશોક કરમશીને પકડવા તજવીજ હાથ ધરવામાં આવ્યાનું તાલુકા પોલીસે જણાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here