જૂનાગઢ : વિલીંગ્ડન ડેમમાંથી પ્રૌઢનો મૃતદેહ મળ્યો

0
14
Share
Share

જૂનાગઢ, તા.૧૩

જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી સોના-ચાંદીના કારખાનામાં કામ કરતા એક ૫૮ વર્ષિય આધેડની લાશ મળી આવી છે. પોલીસે આ બનાવની જીણવટ ભરી તપાસ હાથ ધરી છે. જુનાગઢ શહેરના છેવાડે આવેલ વિલીંગ્ડન ડેમમાં એક વ્યક્તિની લાશ હોવાની ભવનાથ પોલીસને જાણ થતા, ફાયર ટીમ સત્વરે બનાવના સ્થળે દોડી જઈ રેસ્કયુ કરી, લાશને ડેમમાંથી બહાર કાઢી હતી અને બાદમાં પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. દરમિયાન ભવનાથ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જૂનાગઢના છાયા બજારમાં રહેતા અને સોના, ચાંદીના કારખાનામાં સર્વિસ કરતા મુકેશભાઈ હરસુખભાઈ સિદ્ધપુરા હોવાનુ જાણવા મળ્યું હતુ. તેઓ ગઈકાલે સવારે ૧૦ વાગ્યે ઘરેથી નીકળી ગયા હતા બાદમાં તેમની લાશ વિલીંગ્ડન ડેમમાંથી મળી આવી છે.

જામનગર : બેડ ગામ નજીક ટેન્કરની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં રહેતો અને મંડપ સર્વિસમાં કામ કરતો ભવ્ય રશ્મિભાઈ શુકલ (ઉ.વ.૨૧) પોતાના જીગરજાન મિત્ર મહિપાલસિંહ મયુરસિંહ સાથે મોટરસાયકલ પર બેસીને બપોરે ખંભાળીયાથી જામનગર તરફ આવી રહ્યા હતા. જેમાં ભવ્ય બાઈક ચલાવતો હતો. જે બાઈક બેડ ગામના પાટીયા પાસે પહોંચતા બપોરે અઢી વાગ્યાના અરસામાં બેડ ગામમાંથી પૂરપાટ વેગે આવી રહેલા ટેન્કર ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક ભવ્ય શુકલને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હોવાથી તેનુ સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે પાછળ બેઠેલો મહિપાલસિંહ બાઈકમાંથી ફેંકાઈ ગયો હતો અને તેને માત્ર સામાન્ય ઈજા થઈ હતી. તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here