જૂનાગઢ : વિજાપુર ગામે ખનન કરતાં ૧૮ શખ્સો મુદામાલ સાથે ઝડપાયા

0
33
Share
Share

જૂનાગઢ તા. ૨૩

જુનાગઢ સાયબર સેલે વિજાપુરા પાટીયા પાસે ગેરકાયદેસર ખનન ચોરી કરતા ૧૮ શખ્સોને ઝડપી ત્રણ ચકરડી બે ટ્રેકટર જનરેટર સહિતના ૧૫ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વિજાપુરના પાટીયા પાસે ગેરકાયદેસર ખનીજચોરી કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી હોય તેમ સાયરબ સેલે વિજાપુરના પાટીયા પાસે ગઇકાલે સાંજે ખનીજ ચોરી કરતા તત્વો પર ઘોંસ બોલાવી હોય તેમ દરોડો પાડી રમેશ ઉર્ફે કુંઢી નાથા રાઠોડ અને ભીખુ દેવસિંગ દ્વારા મુકેશ જેસિંગ નાદપરા મુનેશ બહુકિયા, મહેશ નાગપરા, કિસન ડાભી, હરસુખભાઇ કુંવરિયા, બાબુભાઇ નાગપુરા જયસુખભાઇ કુંવરિયા, બાબુભાઇ નાગપુરા જયસુખ ડાભી, સુભનભાઇ ચૌહાણ, ભીખુભાઇ ચૌહાણ, મુનાફ બેલીમ, આસિફ બેલીમ, મુરાદભાઇ બલોચ, કાળુભાઇ બહુકિયા, દિનેશભાઇ જીજવાડીયા, વિજય પરસોડા અને સબીર બેલીમ એમ કુલ ૧૮ શખ્સોને ૩ ચકરડી બે ટ્રોલી એક જનરેટર મોબાઇલ ફોન સહિતની મશીનરી સાથે આરોપી સબીર બેલીમના ટ્રક નંબર જીજે ૦૭ એકસ ૯૧૪૫ તથા ૨૦૦ નંગ પથ્થર સહિત કુલ ૧૫૧૨૫૦૦ ની મતા સાથે ઝડપી લઇ તાલુકા પોલીસમાં સાયબર પોલીસ સ્ટેશનના મુળુભાઇ બાવનભાઇ એ ફરિયાદી નોંધાવતા વધુ કાર્યવાહી તાલુકા પોલીસના પીએસઆઇ કે જે પટેલ ચલાવી રહયા છે. જુનાગઢ વિજાપુર પાટીયા પાસે અગાઉ પણ ગેરકાયદેસર ખનન ચોરી નો બનાવ નોંધાયો હતો પરંતુ જુનાગઢ ખાણ ખનીજ શાખા જાણે કે ઉંઘતું હોય તેમ પોલીસે ખનીજચોરી કરતા તત્વો સામે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here