જૂનાગઢ : વાછરડીની હત્યા કરી ગૌમાંસ વેંચતા ત્રણ શખ્સો ઝડપાયા

0
18
Share
Share

જૂનાગઢ તા. ૧૭

નીચલા દાતાર મચ્છી પીઠ પાસે ગાયની વાછરડીની હત્યા કરી નાખ્યાની બાતમીના આધારે એ ડીવીઝન પીએસઆઈ વી.કે. ઉંજીયા, પો.કો. વનરાજસિંહ સહિતના પોલીસ સ્ટાફે ત્રાટકી ભાડેથી દુકાન રાખેલ જેમાં આરોપીઓ સોહેલ ઇકબાલ બેલીમ કસાઈ રહે. જેલ રોડ અલંકાર ટોકીઝ પાસે, આશીફ રહીમ શેખ સીપાઈ રહે. સુખનાથ ચોક, નરસિંહ મહેતાના ચોરા પાસે અને અક્રમ સફી બેલીમ કુરેશી રહે. ઢાલ રોડ, ઢાલ મસ્જીદ પાછલવાળો ત્રણેયે મળી જીવતી વાછરડી દોઢ વર્ષ વાળીને લાવી હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તે રીતે ગે.કા. વાછરડીની કતલ કરી નાખી હતી. અને તેના માંસનું વહેચાણ કરવા માટે વજનકાંટો, વજનીયા, મૃતક વાછરડી, પ્લાસ્ટીકના ઝબલા સહિત કુલ ૬૧૯૮૦નો મુદામાલ સાથે ત્રણેય નરાધમોને પકડી પાડી ઈપીકો ૨૯૫ (એ) ૪૨૯, ૧૨૦ (બી) ૧૧૪ તથા પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ની કલમ ૫-૬ (ક) (ખ) તથા ધી પ્રાણી ક્રૂરતા નિવારણ (કતલખાના)ના નિયમો ૨૦૦૧ની નિયમ ૩ તથા જીપીએક્ટ કલમ ૧૧૯ તેમજ ગુજરાત સરકાર પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ની પેટા કલમ ૮ માંસને ૨૦૧૭માં કરેલ સુધારાની કલમ ૧૮ની પેટા કલમ-૪ મુજબ ગુનો નોંધી ત્રણેય સામે પીએસઆઈ વી.કે. ઉંજીયાએ તપાસ હાથ ધરી છે જેની ફરિયાદ એ ડીવીઝનના પોલીસ કર્મી વનરાજસિંહ બનેસિંહે નોંધાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here