જૂનાગઢ : રહેણાંકમાં ત્રાટકી રૂા.૬.૯પ લાખની મતા ઉઠાવી જતા તસ્કરો

0
17
Share
Share

જુનાગઢ તા. ર૩

જુનાગઢમાં વધુ એક મકાનમાં અને કેટલેરીની દુકાનમાં ખાબકી તસ્કરોએ ચોરી કરી હતી.જુનાગઢના નવા નાગરવાડામાં આવેલ હિરા લક્ષ્મી એપાટર્મેન્ટમાં રહેતા દિનેશ મગનભાઇ પ્રીતમાણીના મકાનમાં શનિવારની બપોરના અરસામાં તસ્કરો ખાબકયા હતા.કબાટનું તાળુ તોડી તેમાંથી તસ્કરો રૂા. ૬.૯પ લાખની રોકડની ચોરી કરી ગયાની ફરીયાદ થતા બી ડીવીઝનના પીએસઆઇ કે.કે.મારૂએ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં સતત ધમધમતા માંગનાથ રોડ સ્થિત શ્યામ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ હરેશભાઇ ઇશ્વરલાલ ચંદારાણા અને અન્ય વેપારીઓની કટલેરીની દુકાનમાં તસ્કરો ખાબકયા હતા. જેમાં હરેશભાઇની દુકાનમાંથી હેર બેલ, હેરકલીપ વગેરે રૂા. ૩પ હજારના મુદામાલની અને અન્ય દુકાનમાંથી રૂા.૪૯૦ની રોકડની ચોરી થતા પીએસઆઇ એ.કે.પરમારે તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here