જૂનાગઢ : રહેણાંકમાંથી અર્ધા લાખની મતાની ચોરીના ગુન્હામાં બે શખ્સો ઝડપાયા

0
19
Share
Share

જુનાગઢ તા. ર૮

જૂનાગઢ એસપી રવિ તેજા વા સમ શેટ્ટી દ્વારા ઘરફોડી ચોરી ના બનાવો અટકાવવા તેમજ ચોરી કરતા તત્વોને ઝડપી લેવાના આદેશને પગલે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના  માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ ભાટી, પીએસઆઇ બડવા સહિતની ટીમે ૧૯ ઓગસ્ટના રોજ જેલ રોડ નજીક આવેલ અલ હરમ એપાટર્મેન્ટની સામે મહેસાણા દર્શન અર્થે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાંથી રોકડ તથા સોનાના દાગીના સહિત અડધા લાખની થયેલી ચોરીના બનાવની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી જે પૈકી એલસીબીની ટીમે મળેલી બાતમીને આધારે ચોરીમાં સંડોવાયેલા જાવેદ સત્તર ભાઈ મીની વાડીયા પીંજારા અને રફીક મિયા અબુબકર બુખારી સૈયદ બંને ધોરાજી વાળાઓ જુનાગઢ વાલી એ સોરઠ દરગાહ દર્શન કરવા આવનાર હોવાની મળેલી બાતમીને આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી નવી હોસ્પિટલ પાસેથી જ બંને ઇસમોને ઉઠાવી લીધા હતા ઝડપાયેલા જાવેદ સત્તર ભાઈ પીંજારા તથા રફીક મિયા અબુબકર સૈયદ બંને શખ્સો પાસેથી પોલીસે ૯ હજારની રોકડ કબજે કરી હતી સીમર ઝડપાયેલા શખસોએ સાહિલ ઉર્ફે નાનુડો હસનભાઈ સીડા સાથે મળી એપાટર્મેન્ટમાં ચોરી કર્યાનું કબૂલ્યું હતું તો ઝડપાયેલા જાવેદ સત્તર ભાઈ પીંજારા પર અગાઉ પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશન તથા ધોરાજી પોલીસ સ્ટેશન માં પણ ચોરીના ગુનાઓ નોંધાયા હોવાનું સામે  આવ્યું હતું એલસીબી પોલીસે બન્ને શખ્સોને ઝડપી બે માસ પહેલાં જે રોડ પર આવેલા રહેણાક મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો તેમજ મુદ્દામાલ કબજે કરવાની તજવીજ હાથ ધરી હતી તો આ ચોરીમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે તેમજ એ ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

કેશોદ : ખેતરમાંથી જુગારની કલબ ઝડપાઇ, ૧૧ શખ્સો ઝડપાયા

કેશોદ માર્કેટિંગ યાર્ડ પાછળ ચંદ્રકાંત મોહનલાલ પટેલના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં જુગારની ક્લબ ચાલતી હોવાની બાતમીને આધારે એલસીબી પીઆઇ ભાટી તથા પીએસઆઇ બડવા સહિતની ટીમે દરોડો પાડી જુગાર રમતા મકાનમાલિક ચંદ્રકાંત મોહનભાઈ મારડિયા, મુસાભાઇ ઈસ્માઈલભાઈ જેઠવા, મહમદભાઇ આમદ પારેખ, મહંમદ હુસેન   હાસમભાઇ અવે ડિયા, હારુનભાઇ આમદ ભાઈ વરમ, અબુ બકર સુલેમાનભાઈ બતક ઘાંચી, ભરતભાઇ રામજીભાઇ વંશ, રાજેશભાઈ અજાભાઈ પરમાર, લખુભાઇ અરજણભાઈ નંદાણીયા, રાયમલભાઈ દેવદાનભાઈ બકોત્રા તથા રમણભાઈ ખીમાભાઈ વંશ ને જુગાર રમતા ૨,૨૧૪૯૦ની રોકડ, ૧૫ મોબાઇલ ફોન બેે મોટર કાર સહિત કુલ ૬,૨૨ ૪૯૦ને મતા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. મેંદરડામાં બાઈકની ચોરી  મેંદરડા સાસણ રોડ પર જે મોટરસાયકલ ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મેંદરડા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાસણ રોડ પર દિવ્યેશભાઈ રમેશભાઈ મેઘનાથી એ પાર્ક કરેલ મોટરસાયકલ નંબર જીજે ૧૧ બી એસ ૮૮ ૨૯ કિંમત રુપિયા, ૨૦ હજાર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here