જૂનાગઢ : મહિલાને કારમાં લઇ જઇ બેઇજ્જત કર્યાની રાવ, સામા પક્ષે માર માર્યાની ફરિયાદ

0
21
Share
Share

જૂનાગઢ તા. ર૦

જૂનાગઢના આંબેડકરનગર હનુમાન ચોક પાછળ ખાણ વિસ્તારમાં રહેતા સુધીરભાઇ સુરેશભાઇ સોલંકીના પત્ની નીશાબેન ગઇકાલે તેના ઘરે એકલા હતા ત્યારે ૧૦ કલાકે આરોપી જીત સોંદરવા રે. આંબેડકરનગરવાળો ફોર વ્હીલ લઇને નિશાબેનના ઘરે આવીને કહેલ કે તમારા પતિ ઇમરજન્‌સીમાં તમને બોલાવે છે તેવું બહાનું કરી ખરાબ ઇરાદે તેની કારમાં બેસાડી દીધેલ રસ્તામાં તેના પતિ ઉભા હોય છતાં કાર ઉભી ન રાખી ભગાડી મુકેલ બાદ કાર ધીમી પડતા નીચે ઉતરવા જતા નીશાબેન કપડા આરોપી જીત સોંદરવાએ ફાડી નાખ્યાની ફરીયાદ એ ડીવીઝનમાં નોંધાવતા મહિલા પીએસઆઇ વી.કે.ઉંજીયાએ આરોપીને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે. સામે પક્ષે જીતેન્દ્ર ઉર્ફે જીતીયો કાન્તીલાલ સોંદરવાએ ફરીયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ સુધીર દુલા સોલંકી, ભુપત હિરા સોલંકી, રૂદ્ર ઉર્ફે ભોલો ભુપત સોલંકી, વાસુ પ્રવિણ સોલંકી અને નીશાબેન સુધીર સોલંકીએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફોર વ્હીલ ગાડીને નુકસાન કરી પ્લાટીકના પાઇપના પાઇપથી માર મારી જમણી આંખમાં મારતા લોહી કાઢી જીતેન્દ્રના ઘરમાં જબરજસ્‌તીથી પ્રવેશ કરી તેના માતા પિતા અને નાના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ એ ડીવીઝનમાં નોંધાવતા પીએસઆઇ વી.કે.ઉંજીયાએ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here