જૂનાગઢ : મહિન્દ્રા શોરૂમમાં તીજોરી તોડવા તસ્કરોનો પ્રયાસ

0
29
Share
Share

જૂનાગઢ તા. ૨૩

જુનાગઢ ભેસાણ ચોકડી પાસે આવેલ મહિન્દ્રાના શો રુમમાં અજાણ્યા ઇસમે પ્રવેશ કરી તિજોરી તોડી ચોરીના પ્રયાસ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફુટેજમાં બે ઇસમો દ્રશ્યમાન થાય છે આ અંગે તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભેસાણ ચોકડી નજીક આવેલ માર્શલ ટ્રેડિંગ કંપની મહિન્દ્રા શોરુમમા તારીખ ૨૦ના રોજ રાત્રીથી સવાર દરમિયાન અજાણ્યા ઇસમે રુમમાં પ્રવેશ કરી એકાઉન્ટ વિભાગની તિજોરીને તોડી ૨૦ હજારનું નુકશાન કરી ચોરીનો પ્રયાસ કર્યા અંગે શોરુમના એકાઉન્ટ મેનેજર તુષાર બાબુભાઇ પરમાર એ તાલુકા પોલીસમાં અજાણ્યા ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ચોરીના પ્રયાસની અને તિજોરીમાં નુકસાન અંગેની પોલીસ ફરિયાદમાં શોરુમના સીસીટીવી કેમેરામાં બે શંકાસ્પદ ઇસમો સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી આ અંગે વધુ તપાસ તાલુકા પોલીસના જીકે જોશી ચલાવી રહયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here