જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ ૨ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

0
22
Share
Share

જૂનાગઢ તા.૧૧

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૭ અને ૮ માં  કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટર દ્વારા કેટલાક વિસ્તાર  માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે  અહિંનો કેટલોક વિસ્તાર  બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.

કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા  જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ વોર્ડ નં.૭ ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ પટેલ નગરમાં ગોલ્ડન પેલેસ નો પાંચ થી આઠ માળ.વોર્ડ નં.૮ દાણાપીઠ વિસ્તારમાં આવેલ બોરડી ખડકીમાં અંકિતભાઇના ઘર થી નિરવભાઇના ઘર થી વિનુભાઇ રાણીગાના ઘર થી જમનભાઇ ના ઘર સુધી માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

જયારે વોર્ડ નં.૭ ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ પટેલ નગરમાં ગોલ્ડન પેલેસ નો એક થી ચાર માળવોર્ડ નં.૮ દાણાપીઠ વિસ્તારમાં આવેલ બોરડી ખડકીમાં ક્રિષ્ના મસાલા દુકાન થી ધક્તિ ચા થી પાર્થ એજન્સી થી જલારામ ઇલેક્ટ્રોનીક્સ થી સાંઇ ટ્રેર્ડસ થી વલ્લભ ટ્રેડીંગ થી હરિદાસ દુકાન  સુધીનો વિસ્તાર બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા. ૨૩ નવેમ્બર સુધી અમલમાં  રહેશે.

કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here