જુનાગઢ તા. ૩૦
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની ગઈકાલે બેઠક મળી હતી સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મેયર ધીરુ ભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધર્મન ભાઇ ડાંગર, ભાજપ પ્રમુખ પુનિત શર્મા, શૈલેષભાઈ દવે, સંજયભાઈ મણવર, તથા કમિશનર તુષાર સુમેરા ,,સંજયભાઈ કોરડીયા, મહેન્દ્રભાઈ મશરુ, હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ ભીભા, આધ્યા શક્તિ બેન મજમુદાર, ગીરીશભાઈ કોટેચા, શશી ભીમાણી સહિતનાઓની ઉપસ્થિતિમાં લેવાયેલા વિવિધ નિર્ણયોમાં જલ સે નલ યોજના અંતર્ગત અગાઉ મળેલ નબળા પ્રતિસાદને પગલે મહાનગરપાલિકા દ્વારા ભૂતિયાં નળજોડાણ ધારકોને વધુ એક તક આપી હોય તેમ નળ જોડાણ રેગ્યુલરાઈઝ કરાવવા ૩૧ માર્ચ સુધીની મુદત લંબાવવામાં આવી છે અગાઉ ૩૧ ડિસેમ્બરના રોજ જોડાણ રેગ્યુલાઇઝ કરવા અંતિમ તારીખ જાહેર કરાઇ હતી જેને ત્રણ માસ વધારવામાં આવી છે. જૂનાગઢના દામોદર કુંડ ખાતે ૩.૭૧ લાખના ખર્ચે ગ્રેનાઇટ ફ્લોરિંગ વર્ક ના કાર્ય ને મંજૂરી, વોર્ડ નંબર ૫ માં ધન લક્ષ્મી સોસાયટી, પાવન પાર્ક, સિદ્ધિવિનાયક એક-બે, ખલીલપુર રોડ અને પોશિયા ગલી ખાતે પાણીની લાઇન બદલવાની અને નવી લાઈન નાખવાની મંજૂરી, વોર્ડ નંબર ૨ માં ૨૮ લાખથી વધુ રકમના ખર્ચે ગટર તથા રસ્તાની કામગીરી અંતર્ગત વોર્ડ નંબર બે ના ખામધ્રોળ ગવર્મેન્ટ સ્કૂલ થી દલિતવાસ સુધી સી.સી.રોડ તથા પેવર બ્લોક માટે ૫. ૨૩ લાખ તથા વિધાતા નગર વિસ્તારમાં ગટર તથા સી.સી.રોડ અને પેવર બ્લોક ની કામગીરી માટે ૨૩ લાખની રકમ, વોર્ડ નંબર ૧૩ માં મંગલધામ વોકળા પર પ્રોટેકશન વોલ બનાવવા ૯. ૭૩ લાખની રકમની ફાળવણી, તો આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં કમ્પાઉન્ડ વોલ પેપર રોડની કામગીરી માટે ૨૦. ૬૮ લાખની રકમ મેં કામગીરીની મંજૂરી શહેરના ઝાંઝરડા રોડ ખાતે ૨૬ .૯૮ લાખ ની રકમ ને ફાળવણી કરવામાં આવી હતીા