દશ હજાર લીટર દૂધ ચીલીંગ સેન્ટરમાં પહોંચાડવાને બદલે વેંચી નાખ્યુ !
જુનાગઢ તા. ર૮
જુનાગઢ મધર ડેરી માં અરવિંદ મહેશ સિંગ રહેવાસી તી લૈયા ઝારખંડ, કેતનભાઇ ઉર્ફે કાનો પ્રવીણ મકવાણા સરાડીયા( માણાવદર) મહેન્દ્રભાઇ ગોવિંદભાઇ સોલંકી તથા એક અજાણ્યા માણસ એમ ચાર શખ્સોએ મળી ભણવડ તથા જામજોધપુર ચીલીંગ સેન્ટર ખાતેથી ટેન્કર નંબર જીજે ૦ ૧ સીટી ૯૫ ૭૨ માં ૧૦ હજાર લીટર દૂધ પરિવહન માટે સોંપવામાં આવેલ હતું જે બારોબાર સગેવગે કરી રુપિયા પાંચ લાખની વિશ્વાસઘાત તથા ઠગાઇ કર્યાની મધર ડેરીના રમેશભાઈ જીવણભાઈ પટેલ એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સો સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ સી ડિવિઝન પીએસઆઈ ડાંગરે હાથ ધરી હતી.