જૂનાગઢ: પ્રેમિકાએ બીજા જોડે લગ્ન કરતા પ્રેમીએ સરાજાહેર ચપ્પાના ઘા મારી કરી હત્યા

0
19
Share
Share

જૂનાગઢ,તા.૩૦

જૂનાગઢમાં દોલતપરા જીઆઇડીસી વિસ્તારમાં શાકભાજીની દુકાને ખરીદી કરી રહેલ એક મહિલાની સરાજાહેર એક શખ્સે છરીના આડેધડ ૧૦ જેટલા ઘા ઝીકીને હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે. આ હત્યા પાછળ પૂર્વ પ્રેમીએ મહિલાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યા મુજબ જૂનાગઢમાં દોલતપરામાં જીઆઇડીસી-૨માં રહેતી ભાવનાબેન ભગવાનજીભાઈ કોળી ઉ.વ.૩૭ નામની મહિલા આજે બપોરે અહીની એક દુકાને શાકભાજી લેવા માટે આવી હતી, ત્યારે પાછળથી બાઈક લઈને આવી ચડેલા લાઠીના સંજય પ્રવીણભાઈ ગૌસ્વામી નામના શખ્સે આવીને છરી વડે હુમલો કર્યો હતો અને આડેધડ ઘા ઝીકી દેતા ભાવના સ્થળ પર જ નીચે ઢળી પડી હતી, છતાં સંજયે શરીર પર વધુ આડેધડ ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક ભાવનાની હત્યા કરી નાખી હતી. બાદમાં તે ભાગવાના બદલે સ્થળ પર હાજર રહ્યો હતો, ત્યારે હત્યાની જાણ થતા દોલતપરા ચોકીથી મહિલા પીએસઆઈ વી.આર.ચાવડા સ્થળ પર દોડી આવી સંજયના હાથમાંથી છરી આંચકી લઈને તેને પકડી લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા એ ડીવીઝન પીઆઈ જે.પી.ગોસાઈ સહિતનો કાફ્લો સ્થળ પર દોડી આવીને આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી હતી. અને સંજય સામે હત્યાનો ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને દુકાનદારે પોતાની નજર સામે જોઈ હતી. હત્યા બાદ સંજયની આંખમાં જરા પણ પસ્તાવો ન્હોતો જોવા મળ્યો.

સંજય અને ભાવના વચ્ચે છેલ્લા ૬ વર્ષથી પ્રેમ સંબંધ હતો, સંજય લાઠીમાં હીરા ઘસવાનું કામ કરતો અને ભાવનાના લગ્ન થઈ ગયા હતા, બંને વચ્ચે પ્રેમ હતો, છ વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમ સબંધ રહ્યો બાદમાં ભાવના છેલ્લા ૯ માસથી અન્ય કોઈ પ્રેમી સાથે ભાગી જતા આ અંગેની વાત સંજયના દિલમાં ખટકી રહી હતી, અને પ્રેમમાં દગો મળ્યો હોય તેમ માનીને છેલ્લા ૭ મહિનાથી તે ભાવનાને શોધતો હતો, અને તે જૂનાગઢ રહેતી હોવાની જાણ થતા આજે આવીને તેને પતાવી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ભાવનાને સંતાનમાં ૧૩ વર્ષની દીકરી, ૯ વર્ષનો દીકરો અને ૭ વર્ષની દીકરી છે, જેમાં મોટા બને સંતન તેના માવતર અને પતિ સાથે રહે છે, જયારે નાની દીકરી તેની સાથે રહેતી હતી, જે આજે માતાના મોતથી એકલી પડી ગયેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here