જૂનાગઢ પોલીસની સકારાત્મક કાર્યવાહીની સર્વત્ર સરાહના થઈ રહી છે.

0
22
Share
Share

જુનાગઢ તા. ૧૨

ઘણી વખત સામાન્ય લગતી બાબત મોટા શુભ પરિણામો લાવી શકે છે, તેમ હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા લોકોના હિતમાં માસ્ક પહેરવા જાગૃતિ લાવવાના નવતર પ્રયોગથી અન્ય લારીઓ તથા દુકાનોવાળાઓ પણ માસ્ક પહેરતા થયેલ છે અને  જૂનાગઢ પોલીસની સકારાત્મક કાર્યવાહીની સર્વત્ર સરાહના થઈ રહી છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફ દરરોજ નીકળતા સમયે બસ સ્ટેન્ડ પાસે બિસ્કિટ, ખારી, શીંગ દાળિયાની લારી ઉભી રાખી, વેપાર કરતા અને પેટિયું રડી, પોતાનું ગુજરાન ચલાવતા એક કાકા પણ માસ્ક ગળે લટકાળી રાખતા હોય, એક દિવસ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા પોતાની ગાડી ઉભી રાખી, લારીવાળા દિલાવરભાઈ ઇસ્માઇલભાઈ હાલાણીને સમજાવ્યા હતા કે, પોતે માસ્ક પહેરવાના બદલે લટકાડી રાખે છે, તે યોગ્ય નથી. જે પોતા માટે તથા ગ્રાહકો માટે જોખમ રુપ છે અને પોતે કોરોના વાયરસનો સોફ્ટ ટાર્ગેટ અને ગ્રાહકો માટે જોખમરુપ છે. અને જો તેમોને દંડ કરવામાં આવશે તો એક વખતના દંડમાં ચાર પાંચ દિવસનો નફો જતો રહેશે. તેમ સમજાવ્યા હતા.

પોલીસ અધિકારીની આ વાત ખારી શીંગ દાળિયાની લારી ઉભી રાખી, વેપાર કરતા અને પેટિયું રડી, પોતાનું ગુજરાન ચલાવતા  દિલાવરભાઈ ઇસ્માઇલભાઈ હાલાણીને આ વાત હ્રદય સોસરવી ઉતરી ગયેલ હતી અને પોલીસ અધિકારીની શિખામણ બાદ દરરોજ  દિલાવરભાઈ ખૂબ જ ચીવટથી માસ્ક પહેરી, પોતાની લારી ઉપર વહેંચાણ કરતા કાયમી જોવા મળતા, પોલીસ અધીકારી તથા સ્ટાફ દ્વારા દિલવારચાચાને પુષ્પ ગુચ્છ આપી, તેમની જાગૃકતાને બિરદાવવામા આવેલ હતી.

આ સિવાય જુનાગઢ પોલીસ દ્વારા હાલમાં જ્યારે માસ્ક નહીં પહેરવાનો દંડ રુ. ૧ હજાર થયેલ છે, ત્યારે સામાન્ય નાગરિકો દંડ ભરવા સક્ષમ નથી હોતા ત્યારે આવા લોકોમાં  જાગૃતિ લાવવા માટે જુનાગઢ પોલીસ  નવતર પ્રયોગ હાથ ધરી માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા, માસ્ક પહેરવું અનિવાર્ય હોવાનું અને માસ્ક એ જ વેકસીન હોવાનું સમજાવી, જૂનાગઢ વાસીઓને પોલીસ દંડ કરે, એ વિકલ્પ નથી પણ માસ્ક પહેરવું એ લોકોના હિતમાં હોવાનું સમજણ આપી રહી છે. જે કાર્યવાહી લોકોમાં પ્રશંસાપાત્ર બની રહી છે.

જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવતા આવા નાના મોટા નવતર પ્રયોગની લોકોમાં ભારોભાર પ્રસંશા થઈ રહી છે અને કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા બહાર નીકળતા લોકોએ હવે સાવચેતી રાખી, માસ્ક પહેરવા જોઈએ, એવી ભાવના પણ ધીરે ધીરે જાગૃત થઈ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here