જૂનાગઢ : ઠંડી સાથે પવન વધતા રોપવે દોઢ કલાક થંભાવી દેવાયો

0
21
Share
Share

જૂનાગઢ તા. ર૦

૨૬ દિવસ પહેલા ઉદઘાટન થયા બાદ ગીરનાર રોપ-વે દિવાળીના તહેવારોમાં બારે ભીડ રહેવા પામી છે પરંતુ કાશ્મીરમાં હીમવર્ષા બાદ આજે જુનાગઢમાં ભારે પવન સાથે ઠંડીનું પ્રમાણ વધતા પવનની ગતિના કારણે આજે સવારે દોઢ કલાક માટે ગીરનાર રોપવેને થંભાવી દેવામાં આવ્યો છે. દિવસના પણ પવનની ગતિ વધશે તો વધુ કલાકો માટે બંધ રખાશે. તેમજ આવતા દિવસોમાં પવનની ગતિ વધુ હશે તો પણ ગીરનાર રોપવેને થંભાવી દેવાશે તેમ જણાવાયું છે. કારણ કે ગીરનાર મા અંબાજીના મંદિર સુધીમાં નવ પોલ આવે છે જેમાં ૮ અને નવમા પોલમાં ૯૦૦ મીટરથી પણ વધારે અંતર હોય ઉપરાંત વચ્ચે એક પણ પોલ ન હોવાથી રોપવેની ટ્રોલી (કેબીન) પવનમાં સ્થિર રાખવી જોખમકારક હોય છે. ઉપરાંત ૬૫ અંશના ખૂણે ઉંચાઈનું કપરું ચઢાણ વધારે જોખમી હોય છે જે રોપવેમાં કાનમાં ધાક પડી જતી હોય છે. જેથી આ નિર્ણય લેવાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here