જૂનાગઢ જેલમાં પૈસાની લેતી દેતીમાં કેદીઓ બાખડ્યા

0
20
Share
Share

જૂનાગઢ, તા.૨૬

જૂનાગઢ જેલમાં કેદીઓની મારામારી હવે સામાન્ય બનતી જતી હોય તેમ તો બીજી તરફ જેલમાં કેદીઓ પાસે મારામારીના સામાન પણ મળી આવતા જેલની સુરક્ષાવ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. જેલમાં કાચા કામના કેદી દ્વારા મિત્ર સાથે પૈસાની લેતી-દેતી બાબતે સમાધાન અન્ય કાચા કામના કેદીને જણાવતા સમાધાન બાબતે મનદુઃખનો ખાર રાખી કેદીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે એ.ડીવીઝન પોલીસ મથકથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સંજય રામભાઈ રાઠોડને અન્ય કેદી અમિત પટેલ દ્વારા સંજય રાઠોડના મિત્ર સાથે પૈસાની લેતી-દેતી બાબતે થયેલ માથાકુટમાં સંજય રાઠોડ સમાધાન કરવા બાબતે જણાવતા અમિતે સંજય સાથે સમાધાન બાબતની મનદુઃખ રાખી ઢીકાપાટુ તથા પ્લાસ્ટિકના પાઈપ વડે માર માર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા વધુ તપાસ એસસીએટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એચ.એસ.રત્નુ ચલાવી રહ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here