જૂનાગઢ : જેલમાંથી પાંચ મોબાઇલ મળતા છ સામે નોંધાતો ગુન્હો

0
14
Share
Share

જૂનાગઢ તા. ૧૯

જુનાગઢ જેલમાં અમદાવાદ જેલર ગ્રુપ-૨ ઝડતી સ્કવોર્ડ જેલર અધિક પોલીસ મહાનિદર્ેશકની ટીમ ત્રાટકી હતી. જેલ પ્રતિબંધીત વિસ્તારમાંથી ૫ મોબાઈલ સાથે કાચા કામના કેદીઓ રાજુ ભીમા સીંઘલ,, ભોલુ બચુ, રવિ રામભાઈ પરમાર, સીકંદર લીયાકતઅલી બુખારી, આસીફ રફીક પઠાણ અને અમીદ ઉર્ફે અમીન કાસમ મજેઠીયાને દબોચી લઇ તેઓની સામે એ ડીવીઝન પોલીસમાં વિવિધ કલમો નીચે ગુનો દાખલ કરતા પીએસઆઇ વી.યુ. સોલંકીએ તપાસ હાથ ધરી છે કે આ મોબાઈલ ક્યાંથી કઇ રીતે કોણ આપી ગયું હતું. જુનાગઢ જેલમાં છાસવારે પ્રતિબંધીત વસ્તુઓ બીડી, માવા, તમાકુ, સીગરેટ, મોબાઈલ સહિતની ચીજો ચેકીંગ દરમ્યાન પકડાતી હોય છે. ગેઇટમાંથી ચકલું પણ ફરકી શકે નહીં તેવી ચોકીદારી હોવા છતાં ખારે ડુચા અને દરવાજા ખુલ્લા જેવો તાલ જોવા મળે છે. આ અંગે ઉંડી તપાસ થાયતો ઘણું બહાર આવી શકે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here