જૂનાગઢ જીલ્લાની પ્રાથમિક યાદી પ્રસિધ્ધ, વાંધા-સુચન ૧૪મી સુધીમાં રજુ કરવા તાકીદ

0
13
Share
Share

જૂનાગઢ તા. ૧૩

જૂનાગઢ જિલ્લા પંચાયત અને નવ તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ થઇ ચૂકી છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ ૭,૮૩,૮૬૪ મતદારો નોંધાયા છે.

જૂનાગઢ જિલ્લા ચૂંટણી શાખા દ્વારા પ્રાથમિક મતદાર યાદીમાં મતદાર તેના નામ ચકાસણી કરી શકે તે માટે મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા જિલ્લા ચૂંટણી અધિકારી ખાતે મતદાર યાદી મુકવામાં આવનાર છે. કોઇ પણ મતદારોને આમા કોઇ વાંધા સૂચન હોય તે ૧૪ ઓકટોબર સુધીમાં રજૂ કરી શકશે બાદ આખરી મતદાર યાદી ૨૩ ઓક્ટોબરનાં રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.

જિલ્લાની ૩૦ બેઠકો જિલ્લા પંચાયતની અને નવ તાલુકા પંચાયતની ૧૫૮ બેઠકોનો સમાવેશ થાય છે. આગામી ચૂંટણીને લઇને રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી કરવા માટે કમ્મર કસી રહ્યું છે.

માંગરોળ-માળીયામાં વધુ મતદાર-વધુ બેઠક

જૂનાગઢ જિલ્લા પંચાયતની ૯ તાલુકા પંચાયતમાં માંગરોળ અને માળીયા હાટીનામાં સૌથી વધુ એટલે કે ૨૦-૨૦ બેઠકો છે. બંને બેઠકોમાં મતદારની સંખ્યા પણ વધારે છે. માંગરોળમાં ૧,૦૧,૬૬૪, માળીયામાં ૧,૧૯,૭૦૯ મતદારો છે જયારે મેેંદરડામાં સૌથી ઓછા ૬૨,૩૮૫ મતદારો છે અને ગુંદાળા બેઠકમાં બીજી જાતિ એક ઉમેદવાર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here