જૂનાગઢ જિલ્લા શૈક્ષણિક પરિવાર દ્વારા યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૭૫ શિક્ષકોએ કર્યુ રક્તદાન

0
18
Share
Share

જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રક્તદાન કરી બન્યા રાહબર

જૂનાગઢ તા. ૧૬

શૈક્ષણિક પરિવાર જૂનાગઢ દ્વારા યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૭૫ શિક્ષકોએ રક્તદાન કર્યુ હતું. રક્તદાન શ્રેષ્ઠદાન છે

તેમ  જણાવી, આ પ્રસંગે  જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ પણ રક્તદાન કરી સૌના રાહબર બન્યા હતા.

કોરોના મહામારીના સંજોગોમાં થેલેસેમીયાના તથા હોસ્પિટલના દદર્ીઓને બ્લડ પુરતા પ્રમાણમાં મળી રહે તેવા ઉમદા આશયથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરી,  શાળા સંચાલકો અને શૈક્ષણિક સંઘોના સહયોગથી આયોજીત આ રક્તદાન કેમ્પ શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવની પ્રેરણાથી યોજવામાં આવ્યો હતો.

સરકારી બ્લડ બેન્ક માટે આયોજીત આ કેમ્પમાં સિવીલ હોસ્પિટલ જૂનાગઢની ટીમ તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બ્લડ ડોનેશન માટે સેવાઓ આપવામાં આવી હતી,

આ રક્તદાન કેમ્પમાં  શિક્ષકો અને મહિલા શિક્ષકોએ પણ ઉત્સાહપૂર્વક આ માનવતાના કાર્યમાં સહભાગી થયા હતા.

આ પ્રસંગે શાળા સંચાલકો જી.પી. કાઠી, જી.બી. પંડ્યા, ચેતન શાહ, હેતલ રામાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પને સફળ બનાવવા શૈક્ષણિક સંઘના હોદ્દેદારો ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ સહયોગી થયા હતા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here