જૂનાગઢ જિલ્લામાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

0
18
Share
Share

જુનાગઢ તા. ૨૨

કોરોના સંક્રમણ સંદર્ભે તારીખ ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લામાં યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલીના કોન્સેપ્ટ સાથે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. યોગમાં રસ રુચિ ધરાવતા લોકોએ  પોતાના ઘરે જાહેર સ્થળોએ  એકત્રિત થયા વગર યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થઈ સોશ્યલ મીડિયામાં  પોતાની યોગની વિવિધ મુદ્રાઓ શેર કરી હતી.         વિશ્વ યોગ દિવસ નિમિતે    જુનાગઢ ખાતે  સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા સંસ્થાપક જયદેવભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ સરકારની ગાઈડ લાઈન મુજબ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના હોદેદારો, કાર્યકર ભાઈ બહેનો જોડાયા હતા. યોગ ગુરુ રાજુ ભાઈ રાવલ દ્વારા નિરોગી રહેવા માટે ના અલગ અલગ યોગના આસનો કરાવેલ હતા.યોગ પૂર્ણ થયા બાદ

પાર્થ ભાઈ ભટ્ટ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાપક જયદેવ ભાઈ જોશીના માર્ગદર્શન સાથે ઉપસ્થિત ભૂદેવ અને ભૂદેવીઓ એ નિયમિત યોગ કરીશું અને પરિવારના સભ્યોની સાથે સમાજને પણ યોગ કરવા પ્રેરણા આપીશું એવા સપથ લીધા હતા.

જૂનાગઢના જાણીતા તબીબ ડો.ઙી.પી.ચીખલીયા, યોગ શિક્ષક પ્રતાપ થાનકી સહિતના લોકો ઉજવણીમા ઉત્સાહભેર જોડાયા હતા. જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા યોગ પ્રોટોકોલ  મુજબ થયેલ ઉજવણીમાં શિક્ષકો નાના ભૂલકાઓ અને   યોગપ્રેમીઓ કોરોના હંફાવવાના સંકલ્પ સાથે સહભાગી થયા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here