જૂનાગઢ ,તા.૨૨
જૂનાગઢના ગેંડા અગર રોડ, વાલ્મીકી વાસ ખાતે રહેતા જગદીશ લખમણભાઇ પરમાર (ઉ.વ. ૫૫ રહે) કોઇપણ કારણોસર ગળા ફાસો ખાય આત્મ હત્યા કરી લીધી હતી.
કેશોદના પ્રાસલી ગામે રહેતા રમણીકભાઇ રાણાભાલ ખાણીયા (ઉ.વ ૪૮) એ અસ્થીર મગજના કારણે પોતાની મેળે જાત જલાવી દેતા, શરીરે સખ્ત રીતે દાઝી જતા મરણ ગયા હતા.
જ્યારે શીલ પોલીસ તાબાના વાડલા ગામે રહેતા અમુભાઈ મસરીભાઇ પરમાર (ઉ.વ.૪૫) દારુ પીવાની ટેવ વાળો હોય અને પેદલ ચાલીને જતી વખતે કોઇ પણ અગમ્ય કારણોસર રસ્તામાં પડેલ પથ્થર ઉપર પડી જતા માથા તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા મરણ ગયા હતા.
i